ભારતમાં પ્રથમવાર અન્ડર-૧૭ ફીફા વર્લ્ડકપ યોજાશે ઈર્ફકટ વર્લ્ડ કપ: સાંસદોને સ્પીકરે ભેટ આપ્યા ફુટબોલ!

loksabha1

દેશનાં સાંસદોને આજે લોકસભા અઘ્યક્ષા સુમિત્રા મહાજને ‘ફુટબોલ’ ની ભેટ આપી હતી. અત્રે યોજાયેલા લોક જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આવી અનોખી ભેટ આપી ‘ફુટબોલ’ ની રમતને પ્રોત્સાહન આપવાની તક ઝડપી હતી.
નોંધપાત્ર છે કે ભારતમાં પહેલીવાર ફુટબોલની અન્ડર-૧૭ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની યજમાની કરનારું છે. ૬ ઓકટોબરથી ફીફા વર્લ્ડ કપની શરૂઆત થશે. પ્રારંભ નવી મુંબઇથી થશે. અને ૨૮ ઓકટોબરે પ્રશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં સોલ્ટલેક સ્ટેડિયમમાં ફાઈનલ મેચ ખેલાશે.
ભારતમાં ફુટબોલ વર્લ્ડ કપ પ્રથમવાર ખેલાવાનો હોઈ અને સંસદના પ્રાગણમાં જાગૃતિ કાર્યક્રમ યોજયો હતો. આ તકે કેન્દ્રીય ખેલમંત્રી વિજય ગોપાલ ખાસ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *