ભારતને હરાવવા માટે ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે:જેમ્સ ફોકનર

c5

ઓસ્ટ્રેલિયાના  ઓલરાઉન્ડર જેમ્સ ફાલ્કનરનું માનવુ  છે  કે ભારતમાં ટી ર૦ વર્લ્ડ  કપ  અને  ઇડિયન પ્રીમિયર લીગ  (આઇપીએલ)માં   રમવાના અનુભવથી  ઓસ્ટ્રેલિયાઇ ટીમને પોતાના   વર્તમામ ભારત પ્રવાસમાં  લાભ   થશે   ઓસ્ટ્રેલિયાઇ  ટીમને  ભારત   પ્રવાસમાં  પાંચ  વનડે અને ત્રણ  ટી  ટવેન્ટી મેચ રમવાની છે.  ફોલ્કનરે  કહ્યું કે ભારતીય ટીમ  હાલના    સમયે  જબરજસ્ત ફોર્મમાં છે અને તેને હરાવવા માટે  ઓસ્ટ્રેલિયાઇ  ખેલાડીઓને   પોતાનું  સર્વશ્રેષ્ઠ   પ્રદર્શન આપવું  પડશે એમ એ ચિદમ્બરમે  સ્ટેડિયમમાં  ટીમના પ્રશિક્ષણ  સત્ર  બાદ  ફોલ્કનરે કહ્યું  ટીમના  મોટાભાગના ખેલાડી અહીં આઇપીએલ  અને ટી ર૦ વિશ્વકપમાં રમ્યા છે. આથી તે અનુભવ અમારે કામ આવશે. તાજેતરના  દિવસોમાં ભારતે ખુબ તમામ વનડે મેચ રમી છે. ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે અહીં અમારા માટે સારી પરીક્ષા થશે

ચેમ્પિયંસ ટ્રોફીમાં નહીં રમનારા ફોલ્કનરે આ સીરીજમાં  વાપસી કરવાની બાબતમાં કહ્યું કે ટીમની બહાર થવા માટે ખુબ મુશ્કેલ હતું પરંતુ તેનાથી ખુદને આંકવાની તક મળશે. અને તે દમદાર વાપસી  કરવા માટે તૈયાર છે.

ડાબા હાથના  તેજ ફાસ્ટ બોલર અને જમણા હાથના બેટસમેન ફોલ્કનર  ભારતની વિરૂધ્ધ શાનદાર પ્રદર્શન કરી ટીમમાં જગ્યા પાક્કી  કરવા ઇચ્છે છે.

તેણે કહ્યું કે જાહેર રીતે જો તમે ટીમથી  બહાર થાવ તો તે ખુબ મુશ્કેલ હોય છે હું ચાર મહીના ખેલથી દુર રહૃાો  અને ખુદને મજબુત અને ફિટ બનાવવા માટે મેં સત્રની  પહેલા   કેટલોક અભ્યાસ કર્યો જે  સારૂ રહ્યું ફોલ્કનરે કહ્યું ઇમાનદારીથી કહુ તો ગત ૧૮ મહીનાથી હું  સંધર્ષ  કરી  રહૃાો હતો.  ટીમમાં  વાપસી  કરવી મુશ્કેલ હતી મને લાગે છે કે જો તમે કોઇ પણ ખેલાડીને પુછશો કે ટીમની બહાર થઇ કેવું લાગી રહ્યું છે તે કહેશે કે ખરાબ ટીમમાં વાપસી કરવી ખેલાડી પર જ નિર્ભર કરે છે.હું વાપસીથી ખુશ છું ગત સમયની બાબતે વધુ વિચારવા માંગતો નથી આ સારો પ્રસંગ છે કે આપણે કે આપણે એક મજબુત ટીમની વિરૂધ્ધ તેના ઘરમાં રમી રહૃાાં છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *