ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં પ્રથમવાર જજોએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ચાર જજોના સુપ્રીમ સામેના આરોપોથી ચકચાર

12-1

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજે આજે મિડિયાની સામે આવીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની વહીવટી કાર્ય કુશળતા અને કાર્યશૈલી ઉપર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. અભૂતપૂર્વ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટના ચાર જજે પત્રકાર પરિષદ યોજી હતી અને દેશના કાયદાકીય સમુદાયમાં ખળભળાટ મચાવી દીધો હતો. પત્રકાર પરિષદ બાદ ચારેય જજ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ જજોના કહેવા મુજબ તેઓએ પત્ર ચીફ જસ્ટિસને લખ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સંબોધીને સાત પાનાના પત્રમાં જજોએ કેટલાક મામલામાં એસાઈન્ટમેન્ટને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. જજોના આક્ષેપ છે કે, ચીફ જસ્ટિસ તરફથી કેટલાક મામલોઓને પસંદગી બેંચ અને જજને જ આપવામાં આવી રહૃાા હતા. ચિંતા અને દુખ છે જેથી આ પત્ર લખવામાં આવ્યો છે. પત્ર મારફતે મામલાને દર્શાવવામાં આવે તેવી વાત આમા કરવામાં આવી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તાજેતરના સમયમાં જે આદેશ આપવામાં આવ્યા છે તેના કારણે ન્યાયિક પ્રક્રિયા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. સાથે સાથે સીજેઆઈની ઓફિસ અને હાઈકોર્ટના તંત્ર ઉપર પણ પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે. યોગ્ય સિદ્ધાંતો પાળવામાં આવે અને સીજેઆઈ ઉપર પણ આ નિયમો લાગ્ાૂ થવા જોઇએ.
સીજેઆઈ પોતે એવા મામલામાં ઓથોરિટી તરીકે આદેશ આપી શકે નહીં જેને કોઇ અન્ય યોગ્ય બેંચ દ્વારા સાંભળવામાં આવી ચુક્યા છે. જજની ગણતરીની દ્રષ્ટિથી પણ આ ગણતરી યોગ્ય છે. સિદ્ધાંતોની અવગણના થવી જોઇએ નહીં. આના કારણે કોર્ટની ગરિમા ઉપર શંકા ઉભી થાય છે.

ર૭મી ઓક્ટોબર ર૦૧૭ના દિવસે આરપી લુથરા અને કેન્દ્ર વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. એમઓપી માટે નિર્દેશ કરવામાં આવ્યા બાદ સરકારનું મૌન રહ્યું છે. આજે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાજકીય વર્તુળોમાં આની ચર્ચા જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચેલેમેશ્વર, રંજન ગોગોઈ, મદન લાકુર, કુરિયન જોસેફે પત્રકાર પરિષદ યોજીને મિડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનું વહીવટીતંત્ર યોગ્યરીતે કામ કરી રહ્યું હતું. ચીફ જસ્ટિસ સાથે આ સંદર્ભમાં વાત પણ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સમક્ષ કેટલીક ગેરરીતિઓ અંગે ફરિયાદો પણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, આ ભુલોને સુધારી લેવાની જરૂર છે. આજે સવારે પણ ચીફ જસ્ટિસ દિપક મિશ્રા સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોના પત્રકાર પરિષદના કાર્યક્રમના સંદર્ભમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલને બોલાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજોએ પ્રથમ વખત મિડિયાની સામે આવીને આ મુજબની વાત કરી છે. ન્યાયાધીશોએ મિડિયા સમક્ષ કહ્યું હતું કે, આજે અમે એટલા માટે મિડિયાની સામે આવ્યા છે કે કોઇ એમ ન કહે કે અમે અમારો આત્મા વેચી દીધો છે. તમામે દિપક મિશ્રા દ્વારા મામલાઓની ફાળવણીને લઇને પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું હતું કે, અમે કોઇ કામને યોગ્યરીતે કરવા માટે અપીલ કરી ચુક્યા છે. થોડાક મહિના પહેલા ચારેય જજોએ ચીફ જસ્ટિને પત્ર લખ્યો હતો પરંતુ પ્રયાસો સફળ રહૃાા ન હતા. કોઇ વિકલ્પ ન બચતા મિડિયાની સામે આવ્યા છીએ.દેશનું લોકતંત્ર ખતરામાં છે. અમે આગળ કહ્યું છે કે, અમે ઇચ્છીએ છીએ કે, અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મામલામાં કાર્યવાહી કરવામાં આવે. અમે યોગ્ય દિશામાં આગળ વધવા ઇચ્છુક છે. રાષ્ટ્રની સમક્ષ તમામ બાબતો હવે રજૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં બે નંબરના જજ ગણાતા જસ્ટિસ ચેલેમેશ્વરે મિડિયા સાથે વાત કરી હતી. પત્રકારો તરફથી પુછવામાં આવતા જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું હતું કે, કોઇ મામલાને લઇને પત્ર લખવામાં આવ્યો હતો. સીબીઆઈ જજ જસ્ટિસ લોયાના મોત સાથે સંબંધિત મામલો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કુરિયને હકારમાં જવાબ આપ્યો હતો. સીજેઆઈને લખવામાં આવેલા પત્ર જજ મિડિયાને આપનાર છે. ચેલેમેશ્વરે કહ્યું હતું કે, તમામ બાબતો પારદર્શકરીતે આગળ વધે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટના છેલ્લા કેટલાક મહિનામાં એવી બાબતો બની છે જે બનવી જોઇએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *