ભાભરમાંથી જુગાર રમતો શખ્સ ઝડપાયો

ભાભરનગર વિસ્તારમાં એક ખેતરમાં કેટલાક જુગારીયા પાના-પત્તાથી હાર-જીતનો પૈસાથી તીન-પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળતાં એએસપીના માર્ગદર્શન મુજબ રેડ કરતાં એક ખેતરમાં ટોળું વળીને હાર-જીતનો જુગાર ઉપર પોલીસ રેડ કરતાં રૂા. ૧૦૧૦/-ની રકમ સાથે એક ઈસમ ઝડપાઈ ગયો હતો. જ્યારે સાત જુગારીયાઓ પોલીસને હાથતાળી આપી નાસી ગયા હતા. જુગારના સ્થળેથી કુલ રૂા.૩૧૦૧૦/- રોકડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ફરિયાદી સંજયસીંહ ફતેસીંહ પોલીસ કોન્સ્ટેબલ ભાભરની હકીકતે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હોવાનું ભાભર પોલીસ દ્વારા જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *