ભાજપ સંસદીય દળની બેઠકમાં નિર્ણય કરાયો જન કલ્યાણકારી યોજનાઓ વધુ અસરકારક રીતે વધશે

Pradhan-Mantri-Garib-Kalyan-Yojana-PMGKY

વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ આજે દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં વધુ શાનદાર રીતે સરકાર ચલાવવામાં આવશે. જનકલ્યાણના કાર્યક્રમોને ઝડપી આગળ વધારવામાં આવશે. ગૃહમંત્રી રાજનાથિંસહે એક ઠરાવ રજુ કર્યો હતો. જેમાં નાણામંત્રી અરૂણ જેટલીએ ટેકો આપ્યો હતો. પાર્ટીના વરિષ્ઠ નેતા અનંત કુમારે બેઠક બાદ કહ્યું હતું કે પાર્ટીના નેતાઓને તિરૂપતી મંદિરના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રમુખ અમિત શાહે એમ પણ કહ્યું હતું કે આગામી દિવસોમાં યુવાનો સુધી પહોંચવા માટેની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે. ર૦૧૯ની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમિત શાહ અને મોદી ઈચ્છે છે કે ધોરણ-૧૦માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે પણ સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *