ભાજપ પ્રદેશ કારોબારીમાં રાજકીય, અભિનંદન ઠરાવ પસાર ભાજપનો દરેક કાર્યકર ૧૫૦થી વધુના લક્ષ્યાંકની સાથે સક્રિય

આજે ભાજપે પણ પ્રદેશ કારોબારીની અતિ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં રાજકીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો. સાથે સાથે સમગ્ર દેશ અને ગુજરાત માટે અગત્યના સરદાર સરોવર બંધના લોકાર્પણને લઇને પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કારોબારીની બેઠકમાં હર્ષ અને ગૌરવ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં રાજકીય પ્રસ્તાવ પસાર કરાયો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભાજપ ગુજરાતનું નેતૃત્વ કરે છે અને ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે. ગુજરાત અનેક માનવતા વિરોધી, દેશ વિરોધી અને સંસ્કૃતિ વિરોધી તાકાતોની સામે ભવ્ય અને દિવ્ય સોમનાથ મંદિરની જેમ અડીખમ રહ્યું છે. ગુજરાત દેશના સ્વરાજ્ય માટેના લોકસંઘર્ષમાં મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વમાં અડીખમ રહ્યું છે. અવિરત વિકાસમાં અડીખમ વિશ્ર્વાસ હોવાની વાત કરવામાં આવી હતી. રાજકીય પ્રસ્તાવમાં કોંગ્રેસના કુશાસનમાં થતાં કોમી રખામણો, કરયુ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજકીય ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, માથાભારે ગુંડાઓના ત્રાસ અને ભયજનક યાતનાઓને ગુજરાતની જનતા હજુ ભુલી નથી. પાણી વગર વલખા મારતી પ્રજા પીવાના પાણી માટે ટેન્કરરાજ, ભ્રષ્ટાચાર, આડેધડ આયોજન અને સિંચાઈના અભાવે ખેડૂતો સતત પાયમાલ થઇ રહૃાા હતા. આવા કોંગ્રેસના ભૂતકાળને દૂર કરીને ભાજપ સરકારે શાંતિ, સલામતી અને સમૃદ્ધિ સાથેના ગુજરાતના વિકાસની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. અભિનંદન પ્રસ્તાવમાં કારોબારીમાં અનેક મુદ્દાઓની વાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં લોકતંત્રનો મહત્વનો ઉત્સવ ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર્તા ૧૫૦થી વધુના લક્ષ્યાંક સાથે કામ કરી રહૃાો છે. ગુજરાતની જનતાજનાર્દૃનના હૈયામાં ભાજપનું સ્થાન મજબૂત થયેલું છે.

આજે મળેલી પ્રદેશ કારોબારીમાં કેન્દ્રની મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારની કામગીરીની પ્રસંસા કરવામાં આવી હતી. પ્રજા કલ્યાણલક્ષી કાર્યોની સરહાના કરવામાં આવી હતી.

ગુજરાતની સરકારે સમાજના તમામ વર્ગ અને રાજ્યના તમામ વિસ્તારને વિકાસના લાભ પહોંચાડવા પરિશ્રમ કર્યો છે. સરકારના તમામ વર્ગને પોતાની લાગી રહી છે. તે ખુબ મોટી સફળતા છે. ગુજરાત સરકારે અને મુખ્યમંત્રીએ અન્યો સાથે કુદરતી આફતના સમયે સાથે રહીને સક્રિય ભૂમિકા ભજવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *