ભાજપા સરકાર ગરીબોની, ખેડૂતોની અને આદીવાસીઓના હીત માટેની:મોદી

1

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નેત્રંગ ખાતે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, નેત્રંગે તો કમાલ કરી દીધી. જેટલી જનમેદની અહિંયા છે તેટલી જ જનમેદની હેલીપેડ પર પણ ઉપસ્થિત હતી. નેત્રંગના લોકોએ આપેલા અપાર પ્રેમ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. હમણાં ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી ચાલતું હતું કે, આવે છે… આવે છે.. પણ આવ્યું? ના આવ્યું ને? આવે છે.. આવે છે.. કરવાવાળા કયારેય આવતા નથી.

મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે ખ્યાલ આવ્યો કે, ગુજરાતમાં ક્ધયા કેળવણીની શું દશા છે. ત્યારથી જેમ નક્કી કયુર્ર્ કે, હું ગુજરાતના ગામે ગામ જઈશ અને મેં ક્ધયા કેળવણી માટે સમગ્ર ગુજરાતમાં એક અભિયાન ચલાવ્યું. ગામડે-ગામડે જઈને મેં લોકોને કહ્યું કે, ગુજરાતનો મુખ્યમંત્રી તમારી ભિક્ષા માંગવા આવ્યો છે. તમે મને વચન આપો કે તમારી દીકરીઓને ભણાવશેા. આ અભિયાનની શરૂઆત મેં ડેડીયાપાડાથી કરી હતી. ઉનાળાના ધોમધકતા તાપમાં લોકો કુલુ-મનાલીજાય. માથેરાન જાય અને વધુ પૈસા હોય તો સ્વીત્ઝરલેન્ડ જાય પણ હું ડેડીયાપાડામાં દીકરીએાને ભણાવવામાં ત્રણ-ત્રણ દિવસ સુધી શેતરંજી પાથરીને બેઠો હતો. આ દીકરીઓના આશીર્વાદના લીધે જ હું આજે અહીં પહોચ્યો છું.
તેઓએ જણાવ્યું હતું કે, આટલા વર્ષો સુધી ગરીબોની વારતો કરનારી કોંગ્રેસ પાર્ટીએ આઝાદીના ૫૦ વર્ષ સુધી જે કામ કર્યા નહોતા તે કામ ભાજપાએ પૂરા કર્યા છે. તમે મને જણાવો આ આદીવાસી સમાજ ભગવાન શ્રી રામના જમાનામાં હતો કે, નહોતો? શિવાજી મહારાજના સમયમાં હતો કે, નહોતો? મહારાણા પ્રતાપના સમયમાં હતો કે, નહોતો? આઝાદી વખતે પણ આદિવાસી સમાજ હતો કે, નહોતો? પરંતુ કોંગ્રેસે ૫૦ વર્ષમાં આદીવાસી મંત્રાલય ન બનાવ્યું. આદીવાસી માટે અલગ બજેટ ન બનાવ્યું. કે ન આદીવાસી સમાજના વિકાસ માટે કોઈ ચર્ચા કરી. જ્યારે કેન્દ્રમાં અટલ બિહારી બાજપાઈજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર બની ત્યારે પ્રથમ વખત આદિવાસીઓનું અલગ મંત્રાલય બન્યું. અલગ બજેટ બન્યું અને પાર્લામેન્ટમાં આદીવાસી વિકાસ માટેની ચર્ચાઓ થઈ. આજે કયા મોંઢે કોંગ્રેસ આદીવાસીઓની વાત કરે છે.
દેશના જે જે વિસ્તારમાં આદિવાસીઓએ આઝાદીની લડાઈ લડી છે તે દરેક રાજ્યોમાં તેના બલિદાનને યાદ કરતું ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવશે. ગુજરાતમાં સરદાર સરોવરડેમ પાસે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટિ બની રહ્યું છે. આઝાદીકાળથી અત્યાર સુધી અન્યાય કરનારકોંગ્રેસ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ટુરિઝમનું મોટું કેન્દ્ર બનવાનું છે.
મોદીએ જણાવ્યું હતું કે, ગરીબોનો પરસેવો એ દેશની અમીરી છે. અમે ગરીબો માટે જાત ખપાવવા નીકળ્યા છે, મહેનતનો પરસેવો એ અમારા માટે અમીરી છે. ભાજપા સરકાર ગરીબોની સરકાર છે. ખેડૂતોની સરકાર છે. આદીવાસીઓના હીત માટેની સરકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *