બ્રિટન જવાની મંજુરી આપવાની માંગ કરાઇ વિદેશમાં ખાતા હોવાની કાર્તિ ચિદમ્બરમની અંતે કબુલાત

karti

ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે હવે સુપ્રીમ કોર્ટમાં કબુલાત કરી લીધી છે કે તેમના વિદેશમાં ખાતા રહેલા છે. સાથે સાથે વિદેશમાં સંપત્તિ હોવાની વાત પણ કબુલી લીધી છે. કાર્તિએ સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં કહૃાુ હતુ કે તેઓ પોતાની પુત્રીના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવા માટે બ્રિટન જવા માટે ઇચ્છુક છે. કાર્તિએ કહૃાુ હતુ કે તેઓ કોર્ટમાં એવી એફિડેવિટ આપવા માટે તૈયાર છે કે તેઓ વિદેશમાં પહોંચ્યા બાદ કોઇ પણ બેંકમાં જશે નહી. કાર્તિએ આ અપીલ કરીને કહૃાુ હતુ કે તેમને ૧૯મી ઓક્ટોબરથી લઇને ૧૩મી નવેમ્બર સુધી વિદેશ જવાની મંજુરી આપવામાં આવે. કાર્તિએ ખાતરી આપી છે કે જો તેમને વિદેશ જવા માટેની મંજુરી મળે છે તો તેઓ પોતાના બેંક ખાતાને બંધ કરશે નહી. કાર્તિની તરફથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તેમના વકીલ કપિલ સિબ્બલ હાજર રહૃાા હતા. કપિલ સિબ્બલે કોર્ટમાં કહૃાુ  હતુ કે કાર્તિ પોતાની પુત્રીના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિદેશ જવા માટે ઇચ્છુક છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના એવા આદેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેમાં કાર્તિ અને અન્યોની સામે જારી લુકઆઉટ સરક્યુલરના અમલીકરણ પર સ્ટે મુકવામાં આવ્યો હતો. સીબીઆઇએ આઇએનએક્સ મિડિયાને ર૦૦૭માં વિદેશથી ૩૫૦ કરોડ રૂપિયા લેવા માટે વિદેશી પ્રમોશન બોર્ડની મંજુરી મેળવી લેવા માટે અનિયમિતતાને લિને ૧૫મી મેના દિવસે કેસ દાકલ કર્યો હતો. કાર્તિ વિદેશમાં કેટલાક બેંક ખાતા ધરાવે છે તેવી વિગત સપાટી પર આવી હતી. સીબીઆઇના આરોપ પર કપિલ સિબ્બલે કહૃાુ હતુ કે કાર્તિ બિટનમાં માત્ર એક ખાતુ ધરાવે છે. કાર્તિ પર પુરાવા સાથે ચેડા કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *