બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેની હત્યાનું આતંકીઓનું કાવતરૂ નિષ્ફળ

tm

બ્રિટનના વડાપ્રધાન થેરેસામાની હત્યાનું કાવતરૂ નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે.વિદેશી મીડિયા અનુસાર છેલ્લા એક વર્ષમાં બ્રિટનમાં આતંકી હુમલાનું કાવતરૂ નિષ્ફળ કરવાનો આ એક નવો મામલો છે.બ્રિટનની પોલીસ સમૂહ એમઆઇ પાંચ પ્રમુખ માર્ટિન બ્રંટે કેબિનેટ મંત્રાલયમાં ખુલાસો કરતાં કહ્યું કે ડાઉિંનગ સ્ટ્રીટની વિરૂધ્ધ આ એક ચરમ ઇસ્લામિક આત્મઘાતી કાવતરૂ છું. પોલીસનું માનવું છે કે આતંકવાદીઓની યોજના ડાઉનિગ સ્ટ્રીટ પર કોઇ પ્રકારના આધુનિક વિસ્ફોટકથી વિસ્ફોટ કરી વડાપ્રધાન થેરેસામાને મારવાનું હતું.

એ યાદ રહે કે આ પહેલા બ્રિટન પોલીસ દ્વારા આવા અનેક આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.કહેવાય છે કે આ વાતની જાણકારી પોલીસને ગત સપ્તાહે જ મળી ગઇ હતી જયારે તેમણે બે લોકોને આતંકી કૃત્યોની તૈયારી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.આરોપી મહોમ્મદ અકીબ ઇમરાન અને નાઇમર જકરિયાહ રહમાનને વેસ્ટિંમસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરશે.  મંગળવારે એેમઆઇ પાંચે ખુલાસો કર્યો છે કે ગત વર્ષ બ્રિટેનમાં નવ આતંકી હુમલાને રોકવામાં આવ્યા હતાં પરંતુ અનેક હુમલાખોરો હજુ પણ સક્રિય છે માર્ચમાં ખાલિદ નામના એક વ્યક્તિએ વેસ્ટમિસ્ટર બ્રિજ પર પગગાળા ચાલનારાો પર એક કાર ચલાવી દીધી અને એક પોલીસને ચાકુ મારી દીધુ હતું હુલૌમાં પાંચ લોકોના મોત નિપજયા હતાં.

મેમાં મેનચેસ્ટર એરીનામાં  સંગીત કાર્યક્રમમાં આત્મઘાતી હુમલામાં રર લોકોના મોત નિપજયા હતાં જુનમાં લંડન બ્રિજ પર આતંકવાદૃીોએ વાહનો અને ચાકુનો ઉપયોગ કરતા હુમલા કર્યા જેમાં ૧૧ લોકોના મોત નિપજયા હતાં. આજ મહીને ઉત્તર લંડનની એક મસ્જિદમાં એક આતંકવાદી ઘટનામાં એકનું મોત થયુ હતું સપ્ટેમ્બરમાં પાર્સન્સ ગ્રીન સ્ટેશન પર એક ટયુબ ટ્રેન પર હુમલો કરવાનો પ્રયાસ  નિષ્ફળ  રહૃાો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *