બ્રાઝિલ ખાતે ગીર ગાય ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયા હાલ આર્જેન્ટીના અને બ્રાઝિલના પ્રવાસે છે. આ દરમ્યાન તેમણે બ્રાઝિલના સાઓ પાઓલો નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ગીર ગાયના બ્રિડીંગ ફાર્મની મુલાકાત લીધેલ હતી. આ ફાર્મ પર ગીર ગાયની હાઇ જીનેટીકલ ગુણવત્તાને ધ્યાને લઇ ક્રોસ બિડીંગ કરીને ગીરઓલેન્ડો જાતિની ગાય વિકસાવવામાં આવેલ છે. આ ગીરઓલેન્ડો ગાય દૈનિક ૪૦થી ૫૦ લીટર જેટલું દૂધ ઉત્પાદન આપે છે. આ તકે એ પણ જાણવું જોઇએ કે બ્રાઝિલનાં પ્રથમ ગીર ગાય ભાવનગરના રાજાકૃષ્ણકુમાર સિંહજીએ વર્ષ ૧૯૪૦ આસપાસ બ્રાઝિલના એક એન્જીનિયરને ભેટ આપેલી હતી, આ એન્જીનિયર ભાવનગર શહેરના નગરનિર્માણ માટે ભાવનગર આવેલ હતા. આ રીતે ગીર ગાય બ્રાઝિલ સુધી પહોચી છે.

જે ફાર્મની મુલાકાત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ લીધેલ હતી તે ફાર્મની સૌથી સારી ગાયનું નામ ક્રિષ્ના રાખવામાં આવેલું છે, આ નામ ભાવનગરના રાજા કૃષ્ણકુમારિંસહજીના અહેસાન બદલ તેમની યાદમાં રાખવામાં આવેલું હોવાનું ફાર્મના માલિકે જણાવેલ હતું. બ્રાઝિલમાં હાલ લાખોની સંખ્યામાં ગીર ગાય પાળવામાં આવે છે અને આ માટે તેઓ ભારત અને ભાવનગરનો આભાર પણ માને છે. તેવું એક નિવેદનમાં કેન્દ્રીય મંત્રીના કાર્યાલય દ્વારા જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *