બોલો, હવે આવ્યુ છે બ્રેકઅપ ફોટોશુટ

2224763

લગ્ન પહેલા પ્રિમેરેજ શુટ, મેરેજ શુટ, બાળક જન્મે એ પહેલાં પ્રેગ્નન્સી શુટ વગેરે જાતજાતનાં ફોટોગ્રાફીનાં ગતકડા પછી અમેરીકાના એક યુવાન કપલે પોતાનું અત્યંત વિચિત્ર એવુ બ્રેક્રઅપ શુટ કરાવ્યું છે.અમેરીકાની વેસ્ટર્ન મીશીગન યુનિ.માં અભ્યાસ કરતા બાવીસ વર્ષનાં હેરીસન બાક અને તેની ગર્લફ્રેન્ડ જેકીને લાગ્યુ કે હવે આપણી વચ્ચે ખાસ જામતું નથી, વધુ લાંબુ ખેંચીએ તેના કરતા એકબીજાને અલવિદા કહીને છુટા પડી જઈએ એજ બહેતર છે. સીધેસીધા ટા-ટા, બાય-બાય કહી દેવાને બદલે હેરીસને આ ઘટનાને એક યાદગાર મોડ આપવાનું વિચાર્યું. તેણે પોતાની હવે એકસ થઈ ગયેલી ગર્લફ્રેન્ડને બોલાવી બ્રેકઅપ શુટ કરાવ્યુ રસપ્રદ વાત એ છે કે બન્ને છેક હાઈસ્કુલના સમયથી એકબીજાનાં પ્રેમમાં હતા. ત્યારપછી તેમનું બ્રેક્રપ થયાને પણ ખાસ્સુ એક વર્ષ વીતી ગયુ છે. હમણા હેરીસનને વિચાર આવ્યો અને રડમસ ચહેરે આ ફોટોગ્રાફી કરી. આ બ્રેકઅપ શુટના ફોટોગ્રાફ સોશ્યલ મીડીયામાં પોસ્ટ કર્યા પછી વાઈરલ થઈ ગયા છે. એ પછી હેરીસને કમેન્ટ કરી કે આમ તો તેમનું આ ફોટોશુટ એક મજાકરૂપે હતું પણ એમાં દેખાતા તેમના ઈમોશન્સ એકદમ સાચકલાં હતા હવે આશા રાખીએ કે યુવાનોમાં આ બ્રેકઅપ ફોટોશુટનો ક્રેઝ ન ફાટી નીકળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *