બોફોર્સ ખરીદીના ત્રણ દસકા બાદ ભારતીય સેના માટે અમેરિકી તોપની ખરીદી:પરીક્ષણ

a2

લશ્કરમાં બોફોર્સ હોવિત્ઝર તોપ સામેલ કરાયાની ત્રણ દસકા પછી તેને બીએઈ સીસ્ટમ્સ તરફથી પ્રથમ આર્ટિલરી ગન મળી છે.
૧૫૫ એમએમ, ૩૯ કેલિબર લ્ટ્રા લાઈટ રોવિડઝર્સ (યુએલએચ) મળી છે અને એનું આજે રાજસ્થાનના પોખરણની ફાયરીંગ રેન્જમાં પરીક્ષણ થશે.
સરકારે છે કે ૨૦૧૨માં એમ ૭૭૭ તોપ માટે સોદો કરવા અમેરિકા સાથે વાતચીત શરુ કરી હતી. આખરે ગત વર્ષે ૨૬ જુને ૧૪૫ તોપના સોદાની જાહેરાત થઈ હતી. રૂા.૨૯૦૦ કરોડના બન્ને સરકારો વચ્ચેનો સોદો ગત વર્ષે નવેમ્બરમાં પુરો થયો હતો. કુલ ૧૪૫ તોપમાંથી ૧૨૦ ઘરઆંગણે બનાવાશે. સ્વીડીશ બોફોર્સ તોપ ખરીદ કરાઈ એ પછી લશ્કર માટે આધુનિક આર્ટીલરી ગનની ખરીદી કરાઈ નથી. બોફોર્સ સોદામાં કટકી ચૂકવાયાનો વિવાદ લાંબા સમયથી ચાલ્યો હતો અને એ કારણે આર્ટીલરીના આધુનિકીકરણ માટે તમામ સોદાઓ અભરાઈએ ચઢાવી દેવાયા હતા.
લશ્કર ૨૦૨૦ સુધીમાં ૧૬૯ રેજીમેન્ટસે ૩૫૦૩ ગનથી સુસજજ કરવા માંગે છે, ઘરઆંગણે ઉત્પાદીત એ ખરીદ કરવાની યોજનામાં ઘણો વિલંબ થયો હતો. પોખરણમાં આજે પરીક્ષણ થઈ રહ્યું છે તે એમ ૭૭૭ ગનનો ઉપયોગ એમાં વપરાતા જુદા જુદા પ્રકારના ગોળા ખરીદવા પરીક્ષણ કરવા વપરાશે.
અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના લશ્કર આવી તોપ ઉપયોગમાં લે છે. ઈરાક અને અફઘાનિસ્તાનમાં ત્રણેય દેશોએ એ તહેનાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *