બોપલમાં જુગાર અંગે દરોડો:સાત પકડાયા

શહેરના સીમાડે આવેલા બોપલ વિસ્તારમાં પોલીસે છાપો મારી સાત નબીરાઓને રૂા.૧.૯૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
જાણવા મળતી માહિતી અનુસાર શહેરના સીમાડે આવેલા બોપલના સરકારી ટયૂબવેલ પાસે ચાલતા જુગારધામની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્યાં છાપો માર્યો હતો.
એારડીમાં રમતા સાત નબીરાને ઝડપી રૂા.૧,૭૩,૦૦૦ અને સાત મોબાઈલ ફોન મળી પોલીસે રૂા.૧,૯૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હસમુખ પટેલ, કૌશલ પટેલ, કિનલ પટેલ (ત્રણેય રહે. વ્રજ વિહાર સોસાયટી બોપલ), કલેશ પટેલ (પરષોત્તમનગર પાસે, બોપલ), જીગ્નેશ મનસુખભાઈ (રહે. બોપલ), પરેશ પટેલ (રહે. સારથીબંગલોઝ બોપલ) અને પાર્થ પટેલ (રહે. પરષોત્તમનગર- બોપલ)ને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *