બે સપ્તાહ બાદ જ લેટિન અમેરિકન રાષ્ટ્ર ફરી ભૂકંપથી હચમચ્યુ મેક્સિકોના ભયાનક ભૂકંપમાં ર૫૦ના મોત

20-5-1

દક્ષિણી મેક્સિકોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં આજે મોતનો આંકડો વધીને ર૫૦ ઉપર પહોંચી ગયો હતો. ઘાયલ થયેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વિનાશકારી ધરતીકંપના કારણે શ્રેણીબદ્ધ ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણનુ કહેવુ છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ આંકવામાં આવી હતી. ધરતીકંપના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. હજારોની સંખ્યામાં લોકો જાહેર રસ્તા પર સમય ગાળી રહૃાા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આંચકો એટલો પ્રચંડ હતો કે બે કરોડની વસ્તી ધરાવનાર શહેરના લોકો હજુ ભયભીત છે. આ અગાઉ વર્ષ ૧૯૮૫માં આ જ દિવસે એક વિનાશકારી આંચકો આવ્યો હતો. ધરતીકંપ બાદ સેંકડો ઇમારત ધરાશાયી થઇ હતી. તમામ ઇમારતો વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં હતી. જે વિસ્તારમાં નુકસાન થયુ છે ત્યાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમેરિકાના કહેવા મુજબ તીવ્રતા ૭.૧ હતી જ્યારે મેક્સિકોની સંસ્થાના કહેવા મુજબ તીવ્રતા ૬.૮ જેટલી હતી. ધરતીકંપનુ કેન્દ્ર પડોશી બ્યુબ્લા પ્રાંતમાં ચિયાઉતલા ડિ તાપિયાથી સાત કિલોમીટર પશ્ર્ચિમમાં સ્થિત હતુ. શહેરના મેયર મિગ્વેલ એન્જલે કહૃાુ છે કે પાટનગરમાં ૪૪ જગ્યાએ ઇમારતો ધરાશાયી થઇ હોવાના હેવાલ મળ્યા છે. તમામ જગ્યાએબચાવ અને રાહત કામગીરી હાલમાં ચાલી રહી છે.મોતનો આંકડો વધી જવાની દહેશત પણ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિનાશકારી ધરતીકંપ બાદ દુખ વ્યક્ત કર્યુ છે. મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાના હેવાલ પણ મળી રહૃાા છે જેથી મોતનો આંકડો કેટલો જશે તેની ચર્ચા છે. મેક્સિકોમાં વર્ષ ૧૯૮૫ બાદ સૌથી વિનાશકારી ભૂકંપ આવ્યો છે. ૧૯૮૫માં આવેલા ભૂકંપમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. કાટમાળ હઠળથી લોકોને બહાર કાઢવાની પ્રવૃત્તિ દિવસભર જારી રહી હતી. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, ભૂકંપના કારણે શહેરના એક પ્રાથમિક સ્કૂલમાં ભૂકંપના લીધે ૩૦થી વધુ બાળકોના મોત થયા હતા. કેટલાક પુખ્તવયના લોકોના પણ મોત થયા હતા. આ ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઈ હતી. મેક્સિકો શહેરમાં ૪૦થી પણ વધુ ઇમારતો ધરાશાયી થઇ ચુકી છે. ૫૦૦ સૈનિકો અને નેવી મરિનના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. મોટી સંખ્યામાં બાળકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ એક ચર્ચ ધરાશાયી થતાં ૧૫થી વધુ લોકોના મોત થયા હતા. મેક્સિકોના પ્રમુખ પેના નીટોએ શાંતિ જાળવી રાખવા અને બચાવ કામગીરીમાં મદદરુપ થવા માટે અપીલ કરી ચુક્યા છે. ૭.૧થી વધુની તીવ્રતા સાથે પ્રચંડ આંચકો આવ્યા બાદ ૧૧થી વધુ આટરશોક્સ અનુભવાઈ ચુક્યા છે. આટરશોક્સમાં ચારની તીવ્રતાનો આંચકો સૌથી પ્રચંડ રહૃાો હતો. મોરેલોસમાં સૌથી વધુ ૫૫થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે મેક્સિકો શહેરમાં ૪૯ના મોત થયા છે. પ્યુબલામાં ૩રના મોત થયા છે. વૈશ્ર્વિક નેતાઓએ પણ મેક્સિકોમાં આવેલા વિનાશકારી ભૂકંપ અંગે દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે મેક્સિકોને મદદરુપ બનવાની ઓફર કરી છે.
બે સપ્તાહ અગાઉ મેક્સિકોમાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. તે ગાળા દરમિયાન સુનામી વોર્નિંગ જારી કરાઈ હતી. યુએસ જીયોલોજિકલ સર્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ભૂકંપમાં મોતનો આંકડો ૧૦૦૦ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત આર્થિક નુકસાનનો આંકડો ૧ અબજ ડોલરથી ૧૦ અબજ ડોલર સુધીનો રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *