બે વર્ષના બાળક જેવા લાગતા આ શખસની ઉંમર જાણી ચોંકી જશો !

ageb

ચીનના પૂર્વીય ગ્રામીણ વિસ્તારમાં જન્મેલો વાંગ તિયાનફાંગ એક વિચિત્ર બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. વાંગનો જન્મ ૧૯૮૭માં થયો હતો પણ તેના પેદા થયાના ૨ વર્ષ બાદથી તેનો શારિરીક વિકાસ થયો જ નથી. હવે વાંગની ઉંમર ૩૦ વર્ષની થઈ ગઈ છે પણ તેનું શરીર ૨ વર્ષના બાળક જેવું જ છે ત્યાં સુધી વાંગ બોલી શકવામાં પણ અસમર્થ છે.
વાંગની લંબાઈ ૨ ફૂટ ૭ ઈંચ છે. વાંગ માત્ર શરીરથી જ બાળક જેવો દેખાય છે એવું નથી તેના દિમાગનો પણ વિકાસ થયો નથી. વાંગની માતા જણાવે છે કે, જ્યારથી વાંગનો વિકાસ બંધ થઈ ગયો ત્યારથી લોકો તેમને કહી રહ્યાં છે કે, તેમણે આ બાળકને કોઈ મંદિર અથવા રોડ પર છોડી દેવું જોઈએ અને બીજા બાળકને જન્મ આપવો જોઈએ. જોકે, વાંગની માતાએ આવું ન કર્યું અને કહ્યું કે, જે થવું હોય તે થાય પણ તે આ બાળકનો ઉછેર કરશે. શારિરીક અસમર્થતાના કારણે વાંગને ૨૪ કલાક દેખરેખની જરૂર પડે છે.
વાંગને જમાડવાથી લઈને તેને કપડા પહેરાવવા સુધીનું કામ તેની માતાએ જ કરવું પડે છે. તેઓ આજ સુધી જાણી શક્યા નથી કે, આખરે કેમ તેમના પુત્રની હાલત આવી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે, ડોક્ટરો અનુસાર આ કોઈ ચમત્કાર છે જેનાથી વાંગ આટલા વર્ષોથી જીવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *