‘બેગમ જાનમાં ઝાંસી કી રાનીનું પાત્ર અદા કરી અગ્રેસર રહેતી વિદ્યા બાલન

vidya

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની નજર તાજેતરમાં પોતાની રિલિઝ થયેલ ફિલ્મ બેગમ જાનના કલેકશન પર છે. ફિલ્મમાં વિદ્યા બેગમ જાનની ભૂમિકામાં જરૂર છે,  પરંતુ ફિલ્મમાં જરૂર પડે ત્યારે મહિલાઓની શક્તિ બતાડવા માટે ક્યારેક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો ક્યારેક રઝીયા સુલ્તાન તો ક્યારેક કૃષ્ણની દિવાની  મીરા બાઈના અવતારમાં નજરે પડે છે. એટલું જ નહીં ફિલ્મના અંતિમ શ્યની સરખામણી રાણી પદ્માવતીની વાર્તા સાથે કરવામાં આવી છે.

બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ છે જેમાં સૌથી પ્રથમ સુષ્મિતા સેન તથા હાલમાં કંગના ઝાસીની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર અદા કરવા તત્પર છે. એ વેળા વિદ્યાએ બેગમ જાનની સ્ટોરીમાં ઝાંસી કી રાનીનું નાનું પાત્ર અદા કરી રાણી લક્ષ્મીબાઈ બનવાની આ હોડમાં બધાને પાછળ મૂકી દીધા છે.

એટલું જ નહીં વિદ્યા આ ફિલ્મમાં રજીયા સુલ્તાન તથા મીરાબાઈના પાત્રમાં નજરે પડી હતી. ફિલ્મમાં અદા કરેલ આ ઐતિહાસિક પાત્રો વિશે વિદ્યાએ જણાવ્યું કે ફિલ્મમાં અદા કરેલ પાત્ર વિશે વાત કરવાની સંમતિ મને મળી નથી. વિદ્યા કહે છે કે તે રજીયા સુલ્તાન, મીરાબાઈ તથા રાણી લક્ષ્મીબાઈના પાત્ર પર અલગ અલગ ફિલ્મો કરવાનું વિચારે છે.  અને તેની શરૂઆત બેગમ જાનથી કરી છે. આ બધી ભૂમિકાઓ પ્રેરણા દાયક છે. વિદ્યા મહાન મહિલાઓની જીવનની વાત પડદા પર ઉતારવા માંગે છે. બેગમ જાનમાં વિદ્યા રાણી લક્ષ્મીબાઈ બની બાળકને પીઠમાં રાખી ઘોડેસવારી સાથે લડી રહી છે. એક બીજા દ્રશ્યમાં તે કૃષ્ણની દીવાની બની  ભક્તિમાં ઓતપ્રોત છે.

અભિનેત્રી સુષ્મિતા સેને ઘણા વર્ષો સુધી રાણી લક્ષ્મીબાઈની વાર્તા પર સ્વયં ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું સ્વપ્ન પૂર્ણ થયુ નથી. હાલમાં કંગના મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈનું પાત્ર અદા કરવા તૈયારી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *