બેંકની મહિલા મેનેજરના ખાતામાંથી રૂા.૯૯ હજાર ઉપડી ગયા

શહેરની બેન્ક ઓફ બરોડાની બ્રાંચની મહિલા મેનેજરના સંયુક્ત ખાતામાંથી કોઈ રૂા.૯૯ હજાર ઉપાડી ગયુ હતું.

જાણવા મળતી માહિતી અનુસાર શહેરના દિલ્હી દરવાજા વિસ્તારની બેન્ક ઓફ બરોડાનાં મેનેજર તરીકે વનલીલાબહેન ફરજ બજાવે છે. રાજસ્થાન હોસ્પિટલના સુપ્રિ.ના પત્ની વનલીલાબહેનનું તેમજ તેમના પુત્ર શિવાંગનું બેંકમાં ખાતું આવેલું છે. તેમને બેંકમાંથી ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ૧૦ દિવસ અગાઉ આ મહિલા મેનેજરના ફોન ઉપર રૂા.૧૦,૩૮ર નવવાર અને રૂા.૫ર૪૭ એકવાર ડેબીટ થયાના મેસેજ આવ્યા હતા.

જો કે, તેઓએ કોઈ વ્યવહાર કર્યો ન હોવાથી તેમણે તાત્કાલિક કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દીધું હતું અને બેંક અધિકારીઓને પણ જાણ કરી હતી. ડેબિટ કાર્ડનો પીન નંબર મેળવી કોઈએ પૈસા ઉપાડી લીધા હોવાથી તેઓએ સાયબર ક્રાઈમમાં તે અંગે ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *