બેંકના નામે એટીએમ કાર્ડ નંબર મેળવી દેશભરમાં છેતરપીંડી કરનારો ઝડપાયો

બેંકમાંથી બોલુ છું તેમ કહી ગ્રાહકોના એટીએમ કાર્ડના નંબર મેળવી દેશભરમાં ઓનલાઈન છેતરપીંડી કરનારા યુવાનને પોલીસે ઝારખંડમાંથી ઝડપી પાડ્યો હતો.
જાણવા મળતી માહિતી અનુસાર બેંકમાંથી બોલુ છું તેમ જણાવી એટીએમ કાર્ડ બ્લોક થઈ જશે તો એટીએમ કાર્ડ નંબર મેળવી ઓનલાઈન છેતરપીંડી કરવાના કિસ્સાઓ બાબતે ડીસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી.
સાયબરસેલની ટીમ આ અંગે ઝીણવટભરી તપાસ કરી હતી અને છેતરપીંડી કરનારો ઝારખંડમાં હોવાનું ખુલતા તેઓ ત્યાં ગયા હતાં. તેમજ ત્યાંના દેવધર જિલ્લામાં તપાસ કરી મહંમદ જીલાની મહંમદ શહાદત અંસારી (ઉ.વ.૨૩, બંસીમી ગામ જિ. દેવધર, ઝારખંડ)ને ઝડપી પાડ્યો હતો. તેમજ કોર્ટમાં રજુ કરી ક્રાન્ઝીસ્ટ વોરન્ટ આધારે અત્રે લઈ આવ્યા હતાં.
પોલીસે તેની પાસેથી ૭ મોબાઈલ ફોન કબજે કર્યા હતાં ધોરણ-૮ સુધી અભ્યાસ કરી ચુકેલા આ યુવાને ત્રણ વર્ષથી આ પ્રકારે ચીટીંગ શરૂ કર્યું હોવાનું પૂછપરછમાં ખુલ્યું હતું.
મોબાઈલ ફોનમાં પોલીસે તપાસ કરતા કુલ ૩૪ ઈ-વોલેટ મળી આવ્યા હતાં. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, યુ.પી., આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, આસામ જેવા ૧૫ રાજ્યોમાં તેણે ફોન કરી છેતરપીંડી કરી હતી. તે દરરોજના ૧૦૦-૧૫૦ જેટલા વ્યકિતઓને ફોન કરતો હતો.
તે અલગ-અલગ નંબરના સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો તમામ સીમકાર્ડ કોલકત્તા ખાતેથી સહેલાઈથી કોઈપણ જાતના વેરીફીકેશન વગર મળતા હોય ત્યાંથી મેળવતો હતો.
તેના મોબાઈલ ફોનમાં એક એપ્લીકેશન પજવફાહીત ઈફહહયિ શક્ષજ્ઞિં ઉજ્ઞક્ષફયિંથ ડાઉન લોડ કરી એપ્લીકેશનની અંદર મોબાઈલ નંબરના આગળના ચાર આંકડા નાખવાથી તે કયા રાજ્યનો નંબર છે તે જાણતો હતો.
ત્યારબાદ હું બેંકમાંથી બોલુ છું તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયેલ છે તેથી ચાલુ રાખવા માહિતી આપો તેમ કહી નંબર મેળવતો હતો તેમજ કાર્ડ પરની તારીખ અને એટીએમનો નંબર તથા સીવીલ નંબર મેળવી ભોગ બનનારી વ્યકિતના એટીએમ કાર્ડની વિગત તેની પાસેના ૩૪ ઈ-વોલેટમાંથી અમુક ઈ-વોલેટમાં આ માહિતી નાંખી ભોગ બનનારાને ફોન કરી ઓટીપી માંગી વોલેટમાં નાંખીને ટુકડે-ટુકડે રૂપિયા ઉપાડતો હતો. અમુક ઈ-વોલેટમાં ઈમેલ આઈડી ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોવાથી તેણે ૧૦ ઈમેલ આઈડી રજીસ્ટ્રેશન કરાવ્યા છે.
તે તેના વતનમાં ખુલ્લુ મેદાન જેવી જગ્યાએથી ફોન કરતો હતો. તેણે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, અંકલેશ્ર્વરમાં પણ આ પ્રકારે છેતરપીંડી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *