બુધવારથી દલીલો પર સુનાવણી શરૂ કરાશે રાજેશ ખન્નાની પ્રોપટીને લઇને વિવાદ પર સુનાવણીની તૈયારી

rajesh-khanna-4

બોલિવુડના સ્વર્ગસ્થ  સુપરસ્ટાર અભિનેતા રાજેશ ખન્નાની પ્રોપર્ટી  આશીર્વાદને લઇને શરૂ થયેલા વિવાદ પર હવે સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. નવમી ઓગષ્ટથી અથવા તો આવતીકાલથી સમગ્ર મામલે વિવાદ પર દલીલોની આવતીકાલે સુનાવણી કરવામાં આવનાર છે. ખાસ ચર્ચામાં રાજેશ ખન્નાની લિવ ઇન પાર્ટનર અનિતાએ કહૃાુ છે કે આ લડાઇ માત્ર તેની લડાઇ નથી. આ લડાઇ એવી તમામ મહિલાઓની છે જે મહિલાઓને હક મળી રહૃાા નથી. આ કેસમાં તેમની જીત તમામ મહિલાઓ માટે દાખલા સમાન બની શકે છે.  જેથી તે જીતે તે જરૂરી છે. અનિતા કબુલ કરતા કહે છે કે તેના કાકા સાથે લગ્ન થયા ન હતા. પરંતુ તે ઘણા વર્ષ સુધી કાકાની સાથે રહી છે. કોર્ટે તેના અને કાકા વચ્ચેના સંબંધને પતિ અને પત્નિ તરીકે જ ગણ્યા છે. જેથી ત લડાઇ લડી રહી છે. અમિતા અડવાણી આગળ કહે છે કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા અલગ થયા બાદ તે ર૫ વર્ષ સુધી કાકાની સાથે રહી હતી. દરેક સારા અને ખરાબ સમયમાં તે તેમની સાથે જીવનસાથી તરીકે રહી હતી. જેથી તે કેસ દાખલ કરવા માટે હકદાર છે. આ સમગ્ર મામલે નવમી ઓગષ્ટના દિવસે સુનાવણી કરવામા ંઆવનાર છે. કેસને લઇન તે હાલમાં દિલ્હીમાં છે. અનિતાએ પોતાને રાજેશ ખન્નાની લિવ ઇન પાર્ટનર તરીકે ગણાવીને મુંબઇની કોર્ટમાં સ્થાનિક હિંસા, અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે. જો કે હાઇકોર્ટે કસ રદ કરી દીધો હતો. મોડેથી અનિતાએ સુપ્રીમ કોર્ટમાં અભિનેત્રી ડિમ્પલ કાપડિયા, તમની પુત્રી ટ્વિન્કલ, જમાઇ અક્ષય કુમારને નોટીસ મોકલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *