બીએમસીમાં શિવસેનાને ૮૪ સીટ, ભાજપ માત્ર બે સીટ પાછળ બીએમસી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય દેખાવ:૮ર સીટો મળી

C5WUQ8eUEAA7uIb

મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપે જોરદાર ડંકો વગાડી દીધો છે. નોટબંધીની અસર હેઠળ યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. એકબાજુ મુંબઈમાં પણ ભાજપે મોટો લાભ લઈ લીધો છે. બીજી બાજુ પૂણે, અમરાવતી, નાગપુર અને નાસિકમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. બીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ જ કંગાળ રહૃાો છે. દેશની સૌથી અમલી ગણાતી બીએમસીની ચૂંટણીના પરિણામ ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. આખરે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ઐતિહાસિક જીત મેળવી લીધી હતી. ભાજપ મુંબઈ પ્રમુખ આશિષ સેલારે માહિતી આપતા કહ્યું હતું કે ભાજપ માટે આ જીત ઐતિહાસિક રહી છે. અમારી શિવસેના કરતા માત્ર બે સીટો ઓછી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિકાસના એજન્ડા ઉપર આ શાનદાર જીત હાથ લાગી છે. બીએમસી ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી ચુક્યા છે. બીએમસીની ચૂંટણીમાં કુલ રર૭ વોર્ડ પ્ૌકી ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. શિવસેના સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. શિવસેનાના ૮૪, ભાજપને ૮ર, કોંગ્રેસને ૩૧, એનસીપીને ૧૦ અને એમએનએસને ૭માં જીત મળી છે. શિવસેના ટોપ ઉપર રહી છે પરંતુ ભાજપે અપક્ષોના ટેકાથી સૌથી અમીર બીએમસી ઉપર શાસન કરવાની સ્થિતિ મેળવી લીધી છે. એક વખતે શિવસેના બીએમસી ઉપર કબજો જમાવી લેશે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પરંતુ રર૭ સીટ પ્ૌકી તેને ૮૪ સીટ જ મળી હતી. ભાજપ ૮ર સીટ સાથે બીજા સ્થાને છે. સાદી બહુમતી માટે કોઈપણ પાર્ટી અથવા તો ગઠબંધનને ૧૧૪ કોર્પોરેટરને જરૂર રહે છે. મહારાષ્ટ્રમાં પણ અન્ય મ્યુનિસિપલ બોડીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. શિવસેનાએ થાણેમાં જીત મેળવી છે. બીએમસી દેશના સૌથી મોટા મ્યુનિસિપલ બોડી તરીકે છે. અહીનું બજેટ ર૦૧૬-૧૭માં ૩૭૦૦૦ કરોડની આસપાસનું રહ્યું હતું. કોંગ્રેસ મુંબઈમાં ત્રીજા સ્થાને છે. જેના પરિણામ સ્વરૂપે શહેર એકમના પ્રમુખ સંજય નિરૂપમે ન્ૌતિક જવાબદારી સ્વીકારી લીધી છે અને રાજીનામાની ઓફર કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો પણ સફાયો થયો છે. તેને માત્ર સાત બેઠક મળી છે. એનસીપીને ૯ બેઠક મળી છે. જ્યારે મજલીસે ઈત્તેહાદુલ મુસ્લિમ લીગને ત્રણ બેઠક મળી છે. પુણેમાં પણ ભાજપે શાનદાર જીત મેળવી છે. અમરાવાતી, નાગપુર અને નાસિકમાં પણ ભાજપે સપાટો બોલાવ્યો છે. અગાઉ ભાજપ અને શિવસેના માટે પ્રતિષ્ઠાજનક ગણાતી બીએમસી ચૂંટણી માટે આજે સવારે મતગણતરીની પ્રક્રિયા સઘન સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શરૂ થયા બાદ પ્રારંભિક પ્રવાહ મળવા લાગી ગયા હતા. બ્રિહાન મુંબઇ કોર્પોરેશનની રર૭ બેઠકો માટે મતગણતરી સવારમાં શરૂ કરવામાં આવી હતી. બીએમસી સહિત મહારાષ્ટ્રના ૧૦ નગર નિગમોમાં ઉંચુ મતદાન થયું હતું. અગાઉ મતદાનની પ્રક્રિયા પુરી થઈ ગયા બાદ ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઇને હાલમાં સત્તાવાર આંકડા જારી કરવામાં આવ્યા હતા જે મુજબ થાણેમાં ૫૮ ટકા, ઉલ્હાસનગરમાં ૪૮ ટકા પુણેમાં  ૫૪ ટકા, િંપપડી-ચિંચવાડમાં ૬૭ ટકા, સોલાપુરમાં ૬૦ ટકા, નાસિકમાં ૬૦ ટકા  જેટલુ ઉંચુ મતદાન થયુ હતુ. મતદાનના અંતે મુંબઈના ૯ર લાખ મતદારો પ્ૌકી ૫ર ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧ર લાખ મતદારોના નામ લાપત્તા દેખાયા હતા. જેથી તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા ન હતા.

છેલ્લી બે ચૂંટણીમાં ખૂબ ઓછુ મતદાન રહ્યું છે. ર૦૦૭ની મ્યુનિસિપલ ચૂંટણીમાં માત્ર ૪ર ટકા મતદાન થયું હતું. જ્યારે ર૦૧રમાં ૪૪ ટકા મતદાન રહ્યું હતું. છેલ્લી બે વખતની ચૂંટણીની સરખામણીમાં આ વખતે મતદાન વધારે થયું છે.ર૦૧ર સુધી મરાઠી વોટબેંકે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી પરંતુ આ ચૂંટણીમાં બિનમરાઠી મતદારોની ટકાવારી મરાઠી મતદારો કરતા વધુ છે.શિવસેના અને ભાજપ વચ્ચે છેલ્લા ર૫ વર્ષથી સંબંધો રહેલા છે પરંતુ સમયની સાથે સાથે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. બીએમસી ચૂંટણી પહેલા બેઠકોની વહેંચણીને લઈને પણ તિરાડ પડી હતી. શિવસેનાને કુલ રર૭ સીટો પ્ૌકી માત્ર ૬૦ બેઠકો આપવાની ઓફર કરી હતી. જેને ભાજપે અપમાન તરીકે ગણાવીને ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને પાર્ટીઓએ અલગ અલગ રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *