બળવંતસિંહ રાજપૂત કેમ હારી ગયા?

l3

રાજયસભા ચૂંટણીનું ગણીત ખૂબ જ રસપ્રદ છે. ગુજરાતમાં કાલે ૧૭૪ અસરકારક મતો (બે રદ થતા) રહેતા ૧૦૦થી ગણતા ૧૭૪૦૦ મતો થયા અને ચાર ઉમેદવાર હતા. ૪૩૫૦ મતોમાં ૧ મત ઉમેરો એટલે ૪૩૫૧ મતો જરૂરી હતા જેને ૪૪ મતો કરી શકાય. હવે બળવંતસિંહ રાજપૂતને ભાજપે જ જીત માટે પ્રેફરન્સ મતો માટે આધારીત કર્યા હતા. ભાજપના પ્રથમ પ્રેફરન્સના વધેલા ૨૯ મતો બળવંતસિંહને ગયા. જીત માટે ૪૪ એ પહોંચવું એ જરૂરી હતું. ૧૫ મતો ઘટતા હતા. કોંગ્રેસના પાંચ અસંતુષ્ટ મતો મળતા ૩૪ મતો થયા. એનસીપીના બે અને નલીન કોટડીયાનો એક મત તથા કોંગ્રેસનો એક ક્રોસ વોટ થતા બળવંતસિંહ ૩૮ એ અટકી ગયા. કોંગ્રેસમાંથી ધાર્યા મુજબનું ક્રોસ વોટીંગ થયું નહી અને તેથી જોખમ અહીથી જ શરૂ થયુ હતું. હવે અહી સેક્ધડ પ્રેફરન્સના મતોનું ગણીત શરૂ થયું.
અમીત શાહ, સ્મૃતિના વિનીંગ માટે જરૂરી ૪૪૦૧-૪૪૦૧ મતો બાદ ૧૯૯+૧૯૯ મતો વમળ તે ૩૯૮ બળવંતસિંહને ટ્રાન્સફર થયા. બળવંતસિંહને ૩૮૦૦ (૩૮ મતો મુજબ) અને તેમાં ૩૯૮ મતો જતા ૪૧૯૮ મતો થતા તે હાર્યા હવે ભાજપ કહે છે કે તેના બે મત રદ થયા. તે રદ ન થયા હોત તો રાજપૂત બે મતો અને તેના પ્રેફરન્સ મતો વધુ મળતા બળવંતસિંહ ૪૩૦૨ એટલે કે ૪૩-૫૦ એ પહોંચી શકયા હોત. આથી જ ભાજપ હવે અડધા મતથી હાર્યા તેવો પ્રચાર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *