બરેલીની ભાષા હોવાથી ખાસ ધ્યાન આપવું પડયું: આયુષમાન ટોમબોય જેવું પાત્ર ભજવવામાં ઘણી મજાઆવી: ક્રિતી સેનન

Bareilly-ki-barfi

બરેલીની ભાષાનો ઉપયોગ ફિલ્મમાં હોવાથી તેની ઉપર ખાસ ધ્યાન આપવું પડ્યું હતું તેમ અભિનેતા આયુષમાન ખુરાનાએ જણાવ્યું હતું જ્યારે અભિનેત્રી ક્રિતી સેનને કહ્યું હતું કે, અલગ જ પ્રકારનું ટોમબોય જેવું પાત્ર ભજવવામાં મઝા આવી ગઈ હતી.
ટૂંકમાં રિલીઝ થનારી હિન્દી ફિલ્મ ‘બરેલી કી બરફી’ના કલાકારો આયુષમાન ખુરાના અને ક્રિતી સેનન શહેરમાં પ્રમોશન અર્થે આવ્યા હતાં.
વાતચીત દરમ્યાન આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે, પ્રથમવાર આક્રમક યુવાનનું પાત્ર ભજવી રહ્યો છું તેથી તે મારા માટે પડકારજનક રહ્યું હતું કારણ કે, અસલ જીંદગીમાં હું તેવો જરા પણ નથી. આ ફિલ્મમાં બરેલીની ભાષાનો ઉપયોગ થયો છે તેથી તેવી શુદ્ધ ભાષા બોલવા ઉપર ખાસ ધ્યાન આપવું પડ્યું હતુું.
તેણે એક પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, મારા પિતા જયોતિષી છે તેએાએ મને ઘરની બહાર ધક્કો મારીને કહ્યું હતું કે, તું હવે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પહોંચ તારો સમય આવી ગયો છે. તેણે ઉમેર્યું હતું કે, રાજકુમારને મારે જે સ્પીડમાં ડાયલોગ બોલવાનો હતો તેના માટે મારે ખૂબ મહેનત કરવી પડી હતી.
આ પ્રણવ ત્રિકોણ ફિલ્મમાં બિટ્ટી મિશ્રાનો રેાલ ભજવતી ક્રિતી સેનને કહ્યું હતું કે, ટોમબોય જેવું પાત્ર છે તેમાં બ્રેક ડાન્સ કરતી પણ બતાવાઈ છે તે ભજવીને મને ખુબ આનંદ થયો હતો અલગ જ પાત્ર ભજવી રહી છું. લખનૌમાં રોલ સંદર્ભે યુનિ.ની કેટલીક વિદ્યાર્થિનીઓને મળી હતી. ખાસ પડકારજનક પાત્ર મને લાગ્યું ન હતું. આયુષમાન સરળ દિલનો છે તેની સાથે પ્રથમવાર વર્કશોપ દરમ્યાન મુલાકાત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *