બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવવા બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાં જુલાઈ-ર૦૧૭માં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે વ્યાપક પ્રમાણમાં જમીન ધોવાણ તથા પાક નુકશાન થયેલ છે. જમીન ધોવાણ અને પાક નુકશાનીનો ઝડપથી સર્વે થાય અને અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી ચુકવણા થાય તેના આયોજન તેમજ સમીક્ષા માટે કૃષિ વિભાગના અગ્ર સચિવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કમિશનર ફીશરીઝ, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, ખેતી નિયામક, મેનેજિંગ ડિરેકટર જી.એલ.ડી.સી., કૃષિ અને સંલગ્ન ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહૃાાં હતા.

આ બેઠકમાં પાક નુકશાન અને જમીન ધોવાણના સર્વેની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા તથા સાથોસાથ ચુકવણાની કામગીરી પણ ઝડપથી થાય તે અંગે તમામ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં આ સમગ્ર કામગીરી ખેડૂતો પાસેથી શક્ય તેટલા ઓછામાં ઓછા દસ્તાવેજી પૂરાવાઓ મેળવી પૂર્ણ કરવા જણાવ્યું હતુ. ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં સરકારી તંત્રને જરૂરી સાથ-સહકાર આપવા કૃષિ વિભાગના અગ્ર સચિવએ અપીલ કરી છે. તેમ  બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *