બનાસકાંઠાના રતનપુર ખાતે અઝમતે અવલીયા અને નશાખોરી વિરોધ મહાઅધિવેશન યોજાયો

મુસ્લિમ સમુદાય હજુ શિક્ષણ ક્ષેત્રે પાછળ છે ત્યારે વાલીઓ તેમના બાળકોને દિની અને દુનયવી શિક્ષણ અપાવવા જાગૃત બને. શિક્ષણ થકી બાળકોમાં કાબેલીયત પેદા થાય છે તથા શિક્ષણ હશે તો બાળકો યુવાનો નશા અને વ્યસનથી દુર રહેશે. શિક્ષણ તમારી આવનાર પેઢીઓ માટે ઈજ્જત-આબરૂ વધારશે. જો શિક્ષણ નહીં હોય તો સમાજનો યુવાન ખોટી લાઈન તરફ વળી જશે. બનાસકાંઠાના રતનપુર (દૃાંતા) ખાતે ગત મોડી સાંજે જમીઅત ઉલમા બનાસકાંઠાના નેજા હેઠળ યોજાયેલ અઝમતે અવલીયા અને નશાખોરી વિરોધ મહાઅધિવેશનમાં ખાસ ઉપસ્થિત જમીઅત ઉલમાએ હિદિના મો.મહેમુદ મદનીએ ઉપસ્થિત હજારોની જન મેદનીને સંબોધતા જણાવ્યું હતુ. તેમણે જણાવ્યુ કે મુસલમાનો શિક્ષણ મેળવી કાબેલિયત પેદા કરો સફળતા તમારા કદમ ચમુશે. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે તમારા બાળકો પર મહેનત કરી તેમના સલાહીયત પેદા કરો તેમનામાં આગળ વધવાના જજબાત પેદા કરો. મો.મહેમુદ મદનીએ જણાવ્યું કે રમઝાનનો મુબારક મહિનો દસ્તક દઈ રહૃાો છે ત્યારે મુસલમાનો અલ્લાહથી સરન્ડર થઈ જાવ નેકીઓ કરો અને ઈદના દિવસે અલ્લાહથી ઈનામ મેળવો તેમણે જણાવ્યુ કે અવલીયાએ કીરામોએ તલવારથી નહી અખબાકથી લોકોના દિલ જીત્યા હતા. અવલીયા જે મને મળતા તેમને તેમનાથી મહોલ્લત થઈ જતી આ પવિત્ર ધરતી પર ઈસ્લામની રોશની આવી તો બાદશાહોથી નહી પણ અવલીયાએ કીરામથી આવી અવલીયાઓ કિરામ પાસે માલ દોલત નહી પરંતુ સારા અખબાક  હતા તેમણે અજમેર સ્થિત ખ્વાજા મોઈનુદ્દીન ચિરબી હઝરતનીઝામુદ્દીન અવલીયા હઝરત બાબાફરીદ પાટણના દુષ્ટોનો આપ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જમીઅત ઉલ્માના પ્રમુખ મો.અબ્દૃુલ કુસસાહબનદવીએ જણાવ્યુ હતું કે હઝરત મહંમદ પેયગમ્બર સાહેબની જિંદગીએ સારા માટે નમુનો છે તથા અવલીયાએ કીરામના જીવન નજર સામે રાખી આપણે જીવન ગુજારીએ તેમણે જણાવ્યુ કે મુસલમાનો લોકો રગથે ભલાઈનો મામલો કરો નફરતની ફીઝા દુર કરી લોકોને ભલાઈના રસ્તા તરફ લાવવા જમીઅતઉલમા કોશીશ કરી રહી છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અજમેર શરીફ દરગાહ ટ્રસ્ટના સમજાદ નશીનના શકાલજાદા પીરજાદા મો.સીરાજુદીન મોઈનીએ અવલીયાએ કીરામના જીવન ચરિત્રથી બોધ પાઠ લઈ આપણે જીવન ગુજારવુ જોઈએ તેમ જણાવ્યું હતુ. તેમણે આ પ્રસંગે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચીસ્તીના કેટલાક દુષ્ટાંતો આપ્યા હતા. અઝમતે અવલીયા અધિવેશનમાં આ પ્રસંગે હઝ. મૌબાના મહંમદ નઝીર સાહબ હઝરત મો.મહંમદ ઉમર સા.પાલનપુરી શેખ અલ્લામા મહંમદ બીન તાહીર સા.પટની ના જીવન ચરીત્રનું વર્ણન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *