બકર્લી યુનિવર્સિટીમાં મોદી પોતા કરતાં સારા કોમ્યુનિકેટર હોવાનો સ્વીકાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ માટે પૂરતો નથી રાહુલે સારા નેતા બનવું હોય તો સારા વકતા બનવું પડશે

rahul-modi_660_111813063721_120513120631

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેરિકાની વર્કલી યુનિવર્સિટી ખાતે વાર્તાલાપમાં પોતા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારા વકતા હોવાનો સ્વીકાર કર્યો હતો. રાહુલે કબુલ કર્યું એ ઠીક છે લોકો કયારનાય એવું માને છે.
રાહુલની વકતૃત્વ કળા સામે જ નહીં, નેતૃત્વ ક્ષમતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એક સારા નેતાએ સારા વકતા બનવું અનિવાર્ય છે. જો કે સારો વકતા સારો નેતા પુરવાર થાય એ જરૂરી નથી.
રાહુલ અને ટોચના નેતાઓ પાસે સલાહકારોની ફોજ હશે, અને હોવી જ જોઈએ. તેમને વકતૃત્વકળા ખીલવવા કોઈના ટયુશન લીધા છે કે નહીં તે આપણે જાણતા નથી, પણ તેમણે સારા નેતા બનવા માટે સારા વકતા બનવું જ રહ્યું. એ વાત સાચી છે કે દરેક નેતાની બોલવાની શક્તિ જુદી હોય છે. સારી રીતે બોલવાની કળાથી વકતાને એની છાપ ચમકાવવામાં ઘણી મદદ મળે છે.
અમેરિકાના પુર્વ પ્રમુખ બરાક ઓબામાના વિજયમાં તેમની વકતૃત્વ શક્તિ- કળાનો મોટો ફાળો હતો. હિલેરી કિલન્ટન પણ ધીમે, સ્પષ્ટ ઉચ્ચારો સાથે બોલે છે. મકકમ અવાજે તે પોતાની વાત શ્રોતાઓ સુધી પહોંચાડી શકે છે. એથી વિપરીત, ઓબામા એક સાથે, ઝડપી પણ ગળે ઉતરી જાય એવા ટોનમાં બોલે છે.
કેટલાક નેતાઓ સારા વકતા છે, પણ કામ બહુ થોડું કરી શકે છે. સારો નેતા હોવાને મંત્રમુગ્ધ કરવા સાથે ઝડપથી કામ કરે છે. સારા-સફળ અથવા મહાન નેતા પાસે આ બન્ને ગુણો ઉપરાંત મકકમ નિર્ણયશક્તિવાળા અને નિર્ણયાત્મક હોય છે. સારા નેતા,સારા વકતાની વ્યાખ્યામાં નરેન્દ્ર મોદી બરાબર ફીટ બેસે છે, પણ એ મહાન નિવડે છે કે નહીં તે સમય બતાવશે.
અમેરિકાના સદગત પ્રમુખ જોન એફ કેનેડીના સ્પીચ રાઈટર સોરેનસેન કહે છે કે વકતૃત્વ કળા નહીં પણ નેતાની અસરકારકપણે સંદેશો પહોંચાડવાની (કોમ્યુનીકેશન) કળા મહત્વની છે. સફળ મહાન નેતા સાદી અને સીદી ભાષામાં વાત ક્રે છે.
મોદીની વકતૃત્વ કળાનો ધ્યાનથી અભ્યાસ કરનારા રહેશે કે વડાપ્રધાનનું વકતવ્ય એકેડેમીક હોતું નથી. લોકો સારી રીતે સમજી શકે તેવા હાવભાવ (બોડી લેંગ્વેજ) સાથે તે પોતાની વાત પહોંચાડે છે.
પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ કુશળ વકતા હતા, અને એમને સાંભળવા લોકો દૂરથી આવતા. એમના માટે મેદની એકઠી કરવી પડતી નહોતી. મોદીની ખાસીયત એ છે કે તેમણે લાખો લોકો સાથે સંવાદ સંભાષણ કળા કેળવી છે, લોકોના મનમાં શું પડેલું છે, એમને શી ઝંખના છે. એ તે સારી પેઠે સમજે છે.
મોદીની આ સમજણ સેક્ધડરી (બીજા પાસેથી ઉછીની લીધેલી) નથી. વર્ષો સુધી તળ પર કામ કર્યું હોવાના કારણે તે લોકોની નાડ પારખે છે, વર્ષોથી દબાયેલા કચડાયેલા લોકોના અરમાનોને સાકાર થઈ રહ્યાની અનુભૂતિ તે લોકોમાં જગાવી શકયા છે.
બીજી બાજુ, રાહુલનો નેતા તરીકે ઉછેર તળથી થયો નથી, એક અજાણ અને પાયાના કાર્યકર તરીકે વર્ષો સુધી કામ કરી ઉપર નથી આવ્યા. દેશમાં જુમ્યા હોવા છતાં તેમનો સામાન્ય માણસ સાથે સંપર્ક, પનારો રહ્યા નથી. એથી, દેશના લોકો, શ્રોતાઓ સાથે રેખો કેળવી શકતા નથી. ગાંધી પરિવારમાંથી આવતા હોવાના કારણે વંશવાદની ગાળ તેમણે ખાવી પડે છે, પણ જો લોકો સાથે તેમનો ઉંડો ધરોબો, અને અનુભવ હોત તોવકતા અને નેતા બન્નેરૂપે તે ઉભરી આવ્યા હોત.
લોકશાહી દેશોના ઈતિહાસ તરફ નજર નાખીએ તો ઐતિહાસિક, મહાન સંભાષણોએ પરિણામ બદલી નાખ્યા છે. બોલાયેલા શબ્દોની એક શક્તિ, જાદુ હોય છે. શબ્દો વણી-ગુંથીને વકતા વકતૃત્વને કળા બનાવી શકે?
અલબત, જાહેરમાં સંભાષણ, પ્રવચન અને વકતૃત્વ જુદા છે. પબ્લીક સ્પીકીંગ ફાસ્ટફૂડ છે, જયારે ઓરેટરી સંપૂર્ણ ખોરાક જેવી છે. વકતવ્ય લગાવથી તૈયાર થાય છે, એમાં રચનાત્મકતા ઉમેરી કુશળતાપૂર્વક અને દિવ્ય અનુભૂતિ કરાવે છે.
એક નેતાની, એન ધાર્મિક ગુરુની અને એક શિક્ષણકાર અને અદાકારનું વકતૃત્વ અને એમની શૈલી જુદી હોવાની અને જુદીહોવી ઘટે. સારો વકતા વિષયની હથોટી અને જ્ઞાન ધરાવતો હોય તો એના શબ્દો ખોખલાં નહીં લાગે. શબ્દાડંબરથી સારા વકતા બની શકાય નહીં, એ દરેકમાં જ્ઞાન અને અનુભવ ભરેલા હોય તો એ બળવાન, સોંસરા ઉતરી જાય.
ગ્રીસની લોકશાહી સૌથી જુની ગણાય છે. એ વખતે દ્દશ્ય-શ્રાવ્ય સાધનો નહોતા ત્યારે લોકોની સન્મુખ બોલવાનો જ એકમાત્ર વિકલ્પ હતો. જાહેર જીવનમાં વકતૃત્વ કેન્દ્રસ્થાને હતું.
એક અંગ્રેજી ઉક્તિ છે, “ઈલોકવન્સ કેનોટ એકઝીસ્ટ અન્ડર એ ડેસ્પોટિક ફોર્મ ઓફ ગવર્નમેન્ટ’ જયાં મુક્ત સંસ્થાઓ હોય ત્યાં જ વકતૃત્વ કળા વિકસે છે. બીજાની વાત શાંતચિતે સાંભળી શકે તે સારો વકતા બને છે. વકતા વાચક પણ હોવો જોઈએ. જે સતત વાંચતો રહે છે, સાંભળતો રહે છે એના શબ્દોમાં દમ હોવાનો આટલી પૂર્વશરત ધરાવનાર વકતા પછી શિણ અને તાલીમથી પોતાની કળા નિવારી શકે છે. યોગ્ય આરોહ-અવરોહ અને વિશ્રામ ભલે ત્યારે વકતાને અચૂક દાદ મળે.
રાહુલે જો સારા નેતા બનવું હોય તો પહેલાં સારા વકતા બનવું પડશે. વિકલ્પનો એમાં કોઈ સવાલ જ નથી. આ માટે તેમણે કેટલીક ટિપ્સ યાદ રાખવી પડશે. તે જે વિષય પર બોલવા માંગતા હોય તો તેમણે એ વિષય પચાવવો પડશે. મોદી સરકારની ટીકા કરવી હોય તો દરેક સમસ્યાનું ઉંડુ જ્ઞાન અને વિશ્ર્લેષણ હોવું જરૂરી છે. એ સાથે તેમણે વૈકલ્પિક નીતિ- કાર્યક્રમ પણ બતાવવા રહ્યા.
વકતૃત્વ શક્તિ વારસામાં મળતી નથી, એ શીખવી પડે છે અને એથી લાખો સમય પ્રેકટીસ પણ કરવી પડે છે. એ સાથે દેશના સામાજીક-આર્થિક ઈતિહાસ અને લાંગી બનાવોનું જ્ઞાન અને માહિતી તેમણે મેળવવા રહ્યા- કેળવવા રહ્યા, જયાં સુધી તે પોતાના પક્ષના કાર્યકરો સાથે, જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ નહીં કરી શકે ત્યાં સુધી તેમને દેશના માળખાની, જુદા જુદા વર્ગોની અપેક્ષાઓની અને ખાસીયતોની જાણ નહીં થાય.ભારત જેવા વિશાળ દેશમાં જુદા જુદા પ્રાંતના, જુદી જુદી ભાષાઓ બોલતા અને જુદોજુદો વારસો ધરાવતા લોકો પ્રચંડ ભાવ પાડવો ખરેખર અઘરો છે. સાંપ્રત સમયમાં મોદી જેવા બીજા કોઈ કુશળ વકતા દેખાતા નથી.
રાહુલ સામે પુરે તરવું પડશે. સારા વકતામાં નેતાએ શતરંજ રમવાની છે. તે બોલે એ પહેલાં તેને ખબર હોવી જોઈએ કે તેના શબ્દોની કેવી પ્રતિક્રિયા આવવાની છે. સોનિયા ગાંધી આ વાત જાણતા હોત તો તે કદાચ ગુજરાતમાં ‘મોતના સોદાગર’ બોલ્યા ન હોત. વિરોધી ટીકા કરે એ પહેલાં જ એ પારખી એ ટીકાના હથિયારની વાર બુઠ્ઠી બનાવવાની આવડત હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *