બંધારણીય વડા અને પોલીસ, એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગના વાહનોને મુકિત અપાશે

રાજયપાલ, કોર્ટના જજ વગેરે જેવા બંધારણીય હોદ્દા પર બેસતા મહાનુભાવોને મુકિત આપી શકાય કેમ કેમ? અને એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસ પેટ્રોલિંગના વાહેનોને આ નિર્ણયમાંથી કઈ રીતે મુકિત આપવી તે અંગેનો નિર્ણય પણ કરવામાં આવશે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં દેશમાં વધતા જતા લાલ લાઈટવાળા વાહનોના કલ્ચરને નિયંત્રિત કરવાનો આદેશ કરીને કયા મહાનુભાવો, અધિકારીઓ સંસ્થાઓ જુદા જુદા પ્રકારની લાઈટો સાથેના વાહનોનો ઉપયોગ કરે તે અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેના પગલે ગુજરાત સરકારે પણ નિયમો ઘડીને સરકારી ખાનગી વાહનો પર લાઈટ લગાવવાનો કાયદો અમલમાં મૂકયો હતો. જો કે, આ કાયદાનો અમલ કરાવવામાં રાજય સરકાર નિષ્ફળ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *