ફોન બાથરૂમમાં સાથે લઈ ગઈને ટીનેજ ગર્લનું થયું કરૂણ મોત

girlb

માત્ર ૧૨ વર્ષની ટીનેજ ગર્લ ક્સેનિયા સ્કૂલેથી બાસ્કેટ બોલ ટીમમાં રમીને ઘરે પહોંચી હતી. પરંતુ ઘરે આવતા તેના ફોનની બેટરી ડાઉન થઈ જતા તેણે ચાર્જિંગ માટે બાથરુમમાં સાથે લઈ ગઈ હતી. આ એક ભૂલે તેની જીંદગી છીનવી લીધી.
બાથરુમમાં ફોન બાથટબની પાસે ચાર્જિંગમાં મુકી ગર્લ મ્યુઝિક સાંભળતી હતી અને અચાનક ફોન ચાર્જિંગના કોડ સાથે બાથટબમાં પડતા શોટસર્કિટ થઈને તેનું મોત થયું હતું.
આ સમયે ઘરમાં તેની મમ્મી એકલી જ હતી અને રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. જોકે કેટલીયવાર સુધી પોતાની દીકરીનો અવાજ ન આવતા બાથરુમમાં ચેક કરવા ગઈ હતી. જ્યાં તેણે જોયું કે તેની ૧૨ વર્ષની દીકરી ડેથ પામી હતી.
તેણે તાત્કાલિક ઈમર્જન્સી સર્વિસિઝને ફોન કર્યો હતો. જ્યાં જોવામા આવ્યું કે તેના બાથટબમાં ફોન તરતો હતો અને તેનું બોડી શોક લાગવાથી મોત પામ્યુ હોય તે જોઈ શકાતું હતું.
ક્સેનિયા તેના પરિવારની એક માત્ર સંતાન હતી. તેના પિતા ડ્રાઇવર તરીકે કામ કરે છે જ્યારે તેની માતા એક પ્રાઇવેટ કંપનીમાં સિનિયર મેનેજરની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.
ક્સેનિયા એક હોનહાર બાળકી હતી જેને સ્પોર્ટ, ડાન્સ અને સ્કિઇંગ પ્રત્યે લગાવ હતો. તેની સ્કુલવાળા તેને એક ઉમદા સ્પોર્ટ પર્સન તરીકે જોતા હતા. તેની ડાન્સ સ્કૂલે ક્સેનિયાના માનમાં ખાસ શોક સભા રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *