ફેસબુકથી વિગતો જાણી વેપારી સાથે કરી ૧૫ લાખની છેતરપીંડી

શહેરના મણિનગર વિસ્તારના ઈલેકટ્રોનિકસની દુકાન ધરાવતા વેપારીના ફેસબુક ઉપરની વિગતો મેળવી વડોદરાના યુવાને તેમની સાથે રૂા.૧૫ લાખની ઠગાઈ કરી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઘોડાસર વિસ્તારની અનંગ સોસાયટીમાં રહેતા સમીરભાઈ પટેલ (ઉ.વ.૪૭) મણિનગરના રામબાગ ખાતે સાંખ્યમ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવે છે. તેઓએ રૂા.૧૫ લાખની છેતરપીંડી બાબતે વડોદરાના કરણ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગત વર્ષે જૂન મહિનામાં વડોદરાથી કરણ પટેલનો તેઓની ઉપર ફોન આવ્યો હતો કે, નવી સ્કૂલ શરૂ કરી હોવાથી ઈલેકટ્રોનિક વસ્તુઓની જરૂરિયાત છે. તેમજ આપણે સાથે શાળામાં અભ્યાસ કરતા હતા અને હું તમારા માતા-પિતા તથા દુર્ગા સ્કૂલના આચાર્યને પણ ઓળખું છું.
સમીરભાઈને વિશ્ર્વાસ આવતા તેઓએ રૂા.૮,૭૬,૦૦૦ના ૧૪ એસી અને એલઈડી તેમજ રૂા.૬,૨૪,૦૦૦ના ૧૦ મોબાઈલ ફોન કરણના માણસને આપ્યા હતાં કરણે ૧૫ લાખનો ચેક લખી તે અગાઉ વોટ્સએપ ઉપર મોકલ્યો હતો.
ત્યારબાદ ઉઘરાણી કરવા છતાં સમીરભાઈને સમીરે નાણાં ન મોકલાવી ધમકી આપી હતી તેમજ ફોન ઉપર કહ્યું હતું કે, તમારા ફેસબુક ઉપરથીમેં તમારીતમામ વિગતો મેળવી લીધી હતી. આ બાબતેની ફરિયાદ ઉપરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *