ફેડરરની જર્મનીના જ્વેરેવ પર થ્રીલર જીત વિમ્બલ્ડન:ફેડરર-જોકોવિક અંતિમ ૧૬માં, રોમાંચ જારી

c2

લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોપના ખેલાડીઓએ જીત મેળવીને અંતિમ ૧૬માં પ્રવેશ કરી લેવામાં સફળતા મેળવી હતી. રોજર ફેડરર અને નોવાક જોકોવિકે પોત પોતાની મેચ જીતીને આગેકુચ કરી હતી. સાત વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન રોજર ફેડરરે ૧૫મી વખત અંતિમ ૧૬માં સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી હતી. જ્યારે જોકોવિકે ૧૦મી વખત અંતિમ ૧૬માં એન્ટ્રી કરી લીધી હતી.

ફેડરરે જર્મનીના શક્તિશાળી ખેલાડી મિશા જ્વેરેવ પર ૭-૬, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. ત્રણ વખતના ચેમ્પિયન જોકોવિકે પોતાના હરિફ ખેલાડી લાતવિયાના ગુલબિસ પર ૬-૪,૬-૧,૭-૬થી જીત મેળવી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા માટે જોકોવિકને ફ્રાન્સના માનરિનો સામે રમવુ પડશે. ફેડરર પોતાની આગામી મેચમાં બેબી ફુડ નામથી લોકપ્રિય ગ્રિગોર દિમિત્રોવની સામે રમશે. ફેડરરે કહૃાુ છે કે જ્યારે પણ તે દિમિત્રોવની સામે રમ્યો છે અગાઉની તુલનામાં હમેશા મજબુત રહૃાો છે. અગાઉ  ૩૦ વર્ષીય એન્ડી મરે ફાબિયો પર ૬-ર, ૪-૬, ૬-૧, ૭-૫થી જીત મેળવી હતી. એન્ડી મેરે ફરી એક જોરદાર દેખાવ કરવાના મુડમાં છે. એન્ડી મરે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં હોટફેવરીટ છે.બીજી બાજુ સ્ટાર ખેલાડીઓની આગેકુચ જારી રહી છે. અનેક રેકોર્ડ પોતાના નામ પર ધરાવનાર  રોજર ફેડરરે આઠમી વખત ટ્રોફી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યો છે. આ વખતે જોકોવિકની કોઇ ચર્ચા જોવા મળી રહી નથી. કોર્ટ નંબર ૧ ઉપર જાપાનના મિશીકોરીએ ઉક્રેનના સર્જી ઉપર ૬-૪, ૬-૭, ૬-૧, ૭-૧થી જીત મેળવી હતી.   આ વખતે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં મુખ્ય સ્પર્ધા પુરુષ સિંગલ્સ વર્ગમાં જોવા મળી રહી છે જેમાં રાફેલ નડાલ, રોજર ફેડરર, એન્ડી મરે અને નોવાક જોકોવિક વચ્ચે સ્પર્ધા છે. બે વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન રાફેલ નડાલ પાસેથી વધારે સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.  વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયન્સ શીપમાં સેરેના વિલિયમ્સ આ વખતે મેદાનમાં ઉતરી રહી નથી. વિમ્બલ્ડનમાં મહિલા વર્ગમાં સ્ટાર ખેલાડીઓની આગેકુચ જારી રહી છે. જર્મનીની કાર્બરે અમેરિકાની રોજર્સ પર ૪-૬, ૭-૬ ૬-૪થી જીત મેળવી હતી. મુગુરુઝાઅ પણ પોતાની મેચ જીતી લીધી હતી. કુઝનેતસોવાની પણ આગેકુચ જારી રહી હતી. વોઝનિયાકીની પણ શાનદાર જીત થઇ હતી. મહિલા વર્ગમાં સ્પર્ધા વધુ રોચક રહી છે. સ્પેનની મુગુરુઝાએ રોમની ખેલાડી ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી જ્યારે રડવાન્સ્કાએ પણ રોમાંચક જીત હાસલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *