ફી નિયમન એકટ અંગેના સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ સંદર્ભે સરકારે જરૂરી માર્ગદર્શન અને સ્પષ્ટતા મેળવવા સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજી

l1

રાજ્યની સ્વનિર્ભર શાળાઓ માટે રાજ્ય સરકારે લાગુ પાડેલ ફી નિયમન એકટ અંગે ૧ ફેબ્રુ.નોે રોજ સુપ્રિમ કોર્ટે કરેલા વચગાળાના આદેશના કેટલાક મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને આદેશ મેળવવા આજે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતાં આ અરજી આજે સુપ્રિમ કોર્ટમાં દાખલ થઈ છે, જે આવતીકાલે મેન્શન થશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના ફી નિયમન અંગેના કાનૂનના અમલ સંદર્ભે તથા જે જૂના કેસ નક્કી થઈ ગયા છે તેના અમલ અંગે પણ રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા અંગે દાદ માગી છે. શિક્ષણમંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ફી નિયમન એકટનો અમલ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષની અસરથી થાય તે માટે આગ્રહી હોવાથી તેનો વર્ષ ૨૦૧૭-૧૮થી જ અમલ થાય તે માટે સુપ્રિમ કોર્ટની આ એપ્લીકેશન દ્વારા દાદ માંગી છે. ઉપરાંત જે કેસ અંગે જે તે સમયે ફી નિર્ધારણ કમિટિ દ્વારા ફી નિર્ધારણ અંગેના આદેશો થઈ ગયા છે તેનો અમલ કરવા બાબતે પણ સુપ્રિમ કોર્ટમાં માર્ગદર્શન મેળવ્યું છે.
સુપ્રિમ કોર્ટે તેના વચગાળાના આદેશમાં એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે, આ આદેશ સંદર્ભે વધુ સ્પષ્ટતાઓ કે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે અરજદાર કે પક્ષકારે માત્ર સુપ્રિમ કોર્ટમાં જ રજૂઆત કરવાની રહેશે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે નામદાર સુપ્રિમ કોર્ટમાં જરૂરી માર્ગદર્શન કે સ્પષ્ટતા મેળવવા અરજી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *