‘ફિવર હેલ્પલાઈન ૧૦૪ શરૂ કરવાની યોજના ગુજરાતને વર્ષ ર૦રર સુધીમાં મેલેરીયા મુક્ત કરવાનો હેતુ:ચૌધરી

આગામી પાંચ વર્ષમાં એટલે કે વર્ષ-ર૦રર સુધીમાં ગુજરાત રાજ્યને મેલેરિયા મુક્ત રાજય કરવાનું લક્ષ્યાંક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી શંકર ચૌધરીએ આજે વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજયના તમામ વિસ્તારોમાં તાવના કેસોમાં ત્વરિત નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવા ફીવર હેલ્પ લાઈન-૧૦૪ શરૂ કરાશે. લોકોને વિનામુલ્યે આરોગ્યની સેવાઓ ઝડપથી પહોંચાડવામાં પણ આ એક મહત્વનું પગલું સાબિત થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદાપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી ૧૦૪ પર કોલ કરવાથી સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી સેવાઓ પહોંચાડવામાં આવશે. મેલેરિયાના કેસોમાં રોગ અટકાયત પગલાઓ લેવાશે. વર્ષ-ર૦૧૭થી અભિયાન હાથ ધરાશે અને વર્ષ-ર૦રર સુધીમાં મેલેરિયા મુક્ત રાજય બનાવાશે.

જિલ્લાની સિવિલ હોસ્પિટલો અને જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં પણ મગજના રોગો માટે ન્યુરોસર્જરી ન્યુરોફીઝિશીયન, પેટના રોગો માટે ગેસ્ટ્રોસર્જન પેશાબના રોગો માટે યુરોલોજીસ્ટ, કીડનીન રોગો માટે નેફ્રોલોજીસ્ટ અને હૃદયના રોગો માટે કાર્ડીયોલોજીસ્ટ જેવા સુપર સ્પેશ્યાલીટી સારવાર આપતા તજજ્ઞ તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન થયું છે. સીએમ સેતુ યોજના અંતર્ગત રાજયમાં મેડીકલ કોલેજો સાથે સંલગ્ન હોસ્પિટલો, જીએમઈઆઈએસ સંચાલિત હોસ્પિટલો અને જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં પણ ખાનગી તજજ્ઞ તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય એવું આયોજન છે.

અત્યારે તાલુકા કક્ષાએ દર્દિઓને મેડીસીન, સર્જરી, ગાયનેક અને પીડીયાટ્રીશીયનની સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે ર૭૩ જેટલા તબીબોની લેવાઈ રહી છે. રાજયની વિવિધ હોસ્પિટલોમાં આવેલી બ્લડ બેન્કો અને બ્લડ સ્ટોરેજ યુનિટોને અદ્યતન અને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાનું રાજય સરકારનું આયોજન છે. ૯ બ્લડ બેન્ક અને ૪૧ બ્લડ સ્ટોરેજ યુનિટ કાર્યરત કરવા ૧૩.૫૬ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *