ફિલ્મને સેન્સર સર્ટી જ મળ્યુ નથી તેથી અરજી અસ્થાને ‘પદ્માવતી’ ના રીલીઝ સામે સ્ટેની સુપ્રીમની ના

padmavati-merge

ગુજરાત સહિત ત્રણ રાજયોમાં સૌથી મોટો વિવાદ સર્જનાર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ ના રીલીઝને રોકવા માટે ‘સ્ટે’ની માંગણી આરજે સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. આ ફીલ્મમાં મુસ્લીમ શાસક અલ્લાઉદીન ખીલજી અને હિન્દુ રાણી- પદ્માવતી વચ્ચેના સંબંધો- પ્રેમ દ્રશ્યો હોવાના આરોપ મુકી હિન્દુ રાજપૂત મહારાણીના ગૌરવને ઠેસ પહોંચાડવા અને ઈતિહાસને ખોટી રીતે રજુ કરાઈ રહ્યો હોવાનું જાણી તેને રીલીઝ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે હજું ફિલ્મને સેન્સર સર્ટી મળ્યું જ નથી તેથી તેની રીલીઝનો હાલ પ્રશ્ર્ન જ નથી તેવું જણાવી અરજી ફગાવી હતી. સંજય લીલા ભણસાલીની આ ફીલ્મ તા.૧ ડીસેમ્બરે રીલીઝ કરવા તૈયારી છે. ફીલ્મને ગુજરાતમાં રીલીઝ કરવા સામે ગુજરાત ભાજપે પણ ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરી છે. ગુજરાતમાં ચૂંટણી સમયે આ ફીલ્મના રીલીઝથી સામાજીક અશાંતિ સર્જાશે. તેવો ભય વ્યક્ત કરી ભાજપ ચૂંટણી પંચમાં ગયું છે.અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ એ ભૂમિકા પર ફીલ્મને રોકવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે ફીલ્મને સેન્સર બોર્ડ મંજુર કરી પછી જ અદાલત ચીત્રમાં આવી શકશે.
બીજી તરફ સંજય લીલા ભણસાલીએ ફીલ્મ સામે જે આક્ષેપો થયા છે તેવું ફીલ્મમાં કશું નહી હોવાનું જણાવી વિરોધ અપ્રસ્તુત હોવાનો દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *