ફતેપુરામાં આંતરરાજ્યને જોડતી બે એસટી બસનો પ્રારંભ કરાયો

ફતેપુરા બસ સ્ટેશન ખાતે આજે સવારે કેન્દ્રીય મંત્રી દસવંત ભાભોરના હસ્ત્ો આંતરરાજ્યને જોડતી બે નવીન એસટી બસોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. લુણાવાડાથી બાસવાડા અને સંતરામપુરથી ડુંગરપુરની બસ સેવા શરૂ કરવામાં આવી છે જેથી રાજસ્થાન જતા પરિવારો માટે સુવિધા ઊભી કરાતા લોકોમાં આનંદ છવાયો હતો.

ગ્રામજનોએ ધારાસભ્ય રમેશભાઈ કટારાને વારંવાર રજૂઆતો કરતા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉચ્ચ કક્ષાએ જાણ કરી તી. જેથી સરકાર દ્વારા બે નવીન બસોની ફાળવણી કરાઈ હતી.

લુણાવાડાથી બાસવાડા સવારે ૬ વાગે ઉપડશે અને સંતરામપુરથી ડુંગરપુર સવારે ૯ વાગે ઉપડશે. બન્ને બસો પમ્પા બલૈયા ક્રોસિંગ, ફતેપુરા, આનંદપુરી થઈને જશે. આ બન્ને બસોનો શુભારંભનો કાર્યક્રમ ફતેપુરા બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી જસવંતિંસહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્ત્ો કરાયો હતો. કાર્યક્રમનું આયોજન એસટી નિગમ ગોધરા દ્વારા કરાયું હતું.

લુણાવાડા એસટી ડેપોના મેનેજર હર્ષદ પટેલ સહિત ડેપોના કર્મચારી, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહૃાાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *