ફટાકડા ફોડી મિઠાઈ વહેંચવામાં આવી એહમદ પટેલનો વિજય થતાં ભરૂચમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ

રાજ્યસભાની ચૂંટણીમાં એહમદ પટેલનો વિજય થતા ભરૂચ ખાતે કોંગી કાર્યકરોએ ઉજવણી કરી હતી.

ભારે આતશબાજી અને ઢોલ-નગારા વચ્ચે કોંગી કાર્યકરોએ લોકોને મિઠાઈ વહેચી હતી. અહેમદ પટેલના વતન ભરૂચમાં તેઓની જીતની ઉજવણીમાં એક સમયે મુખ્ય માર્ગો બંધ થયા હતા.

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપ કોંગ્રેસના ચાણક્ય વચ્ચે અસ્તિવના જંગ સમાન રાજકીય લડાઇ જોવા મળતી હતી. કોંગ્રેસી ધારાસભ્યોએ એક પછી એક રાજીનામાઓ આપતા રાજ્ય સભાની ચૂંટણી જીતવા માટે ભરૂચના પનોતા પુત્ર અને કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલ માટે ભારે પડકાર રૂપ રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે બની હતી.

ગત મોડી રાત્રીના ભારે કટોકટીભર્યા વાતાવરણ અને રાજકીય વિવાદ વચ્ચે એહમદ પટેલ રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિજેતા થતા કોંગી કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. ભરૂચમાં મોડી રાત્રીથી ફટાકડા ફોડી અહેમદ પટેલની જીતને વધાવી લીધી હતી.

આજ રોજ સવારે શહેરના સ્ટેશન રોડ પર આવેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાયાર્ર્લય ખાતે કોંગી કાર્યકરોએ ભારે આતશબાજી સાથે ઢોલ-નગારાના તાલ પર  ડાન્સ કરી એક બીજાનું મોં મીઠું કરાવી અહેમદ પટેલની જીતની ખુશી વ્યક્ત કરી હતી. ભારે આતશબાજી વચ્ચે એક ગેલમાં આવેલા કોંગી કાર્યકરોના કારણે એક સમયે શહેરના મુખ્ય માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો, તો બીજી તરફ ભરૂચમાં સામાન્ય લોકોએ પણ અહેમદ પટેલની જીતની ઉજવણીનો લ્હાવો લીધો હતો. જયારે મુખ્ય રસ્તા ઉપર જીતની ઉજવણી કરતા કાર્યકરોને એક સમયે પોલીસે દરમ્યાનગીરી કરી માર્ગને ખોલાવ્યો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેદ્રિંસહ રાણા, પ્રવક્તા નાજુ ફળવાલા, મહિલા પ્રમુખ ધ્રુતા રાવલ, તાલુકા પ્રમુખ નસીમ નબીપુરવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર તેમજ યુવા કાર્યકરો તેમજ શહેરના કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *