પ્રોડયુસરની ભૂમિકા ભજવવી ખૂૂબ પડકારજનક બની જાય છે: પ્રાંજલ

Group Photo1

પ્રોડયુસરનું કામ કરવું પડકારજજનક છે અર્બન અને રૂરલ ગુજરાતી ફિલ્મોના પડેલા વિભાગમાં ંહું માનતી નથી તેમ અભિનેત્રી પ્રાંજલ ભટ્ટએ જણાવ્યું હતું.
પ્રાંજલ ગુજરાતી ફિલ્મ ‘ધી એન્ડ’ના પ્રોડયુસર તરીકે પ્રથમવાર આવી રહી છે. તેણે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, એકશન સાથેની મર્ડર મિસ્ટ્રી ધરાવતી આ ગુજરાતી ફિલ્મ પહેલીવાર દર્શકોને જોવા મળશે. નવું સાહસ કર્યું છે.
કલાકાર તરીકે એકટીંગ કર્યા બાદ ફ્રી થઈ જવાનું અમને મળતું હોય છે પરંતુ પ્રોડયુસર તરીકે કામ કરવું પડકારરૂપ તો હોય જ છે સાથે સાથે જવાબદારીઓ પણ વધી જાય છે.
એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ ઘણો ઓછો થયો છે તેમ મારું અંગત માનવું છે અર્બન અને રૂરલ ફિલ્મોના જે બે ભાગ પાડવામાં આવે છે તેમને સમજાતું નથી. આ ફિલ્મ પરિવાર સાથે બેસીને નિહાળી શકાય તેવી બનાવી છે.
ફિલ્મ એ ફિલ્મ હોય છે દર્શકોને મનોરંજન પીરસવામાં માનું છું આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મો બનાવવામાં ધીરજની કમી જોવા મળી રહી છે. મારું માનવું છે કે, ઝડપથી ફિલ્મો બનાવવા કરતા સારી ફિલ્મો ધીરજપૂર્વક બનાવવી જોઈએ. આ ફિલ્મમાં મેં એકટીંગ પણ કરી છે. કોલેજમાં થતી રેગીંગ અને મર્ડરની તેમાં વાત છે.
૨૦ ગુજરાતી ફિલ્મો કરી ચુકેલી સુષ્મા જાદવે કહ્યું હતું કે, અલગ જ લુક્ અને પાત્ર હોવાથી આ ફિલ્મ મેં સ્વીકારી હતી. પાત્ર પડકારજનક છે. જો કે, આ પાત્ર રિઅલ લાઈફથી ઘણું દૂર છે તેણે કહ્યું હતું કે, ગુજરાતમાં નામ કમાવવું હોવાથી હું બોલીવુડની ફિલ્મ સ્વીકારતી નથી. ફિલ્મના ડીરેકટર-રાઈટર યોગેશ જોષી છે. જ્યારે રોનક પંડ્યા, વિકાસ ચૌધરી સહિતના યુવા કલાકારો તેમાં કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *