પ્રાંતિજમાં અશરફી ટ્રસ્ટ દ્વારા માઈન્ડ પાવર પ્રોગ્રામ યોજાયો

પ્રાંતિજ વ્હોરવાડ ચોપાટી નજીક આવેલ વ્હોરા જમાતખાના હોલમાં યોજાયેલ માઈન્ડ પાવર સેમિનારના મુખ્ય વક્તા અને ટ્રેનર ડો. સુરણીનું અશરફી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમીઝભાઈ છાલોટીયા, સેક્રેટરી માંશીનભાઈ તેમજ ટ્રસ્ટના સભ્યોએ સ્વાગત કર્યું હતું. આ તબક્કે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ નિરવભાઈ પરીખ, સંગઠન પ્રમુખ વિજયભાઈ પટેલ, સમાજના પ્રમુખ મહંમદઉમર ઉદણવાલા, એડવોકેટ જમનાદાસ નરિંસઘાણી, એસએમવી પ્રમુખ મંહમદઉમર મુન્શી તેમજ પત્રકારોનું અશરફી ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ર૧મી સદીના આ યુગમાં માનવજીવન અનેક વિટંબણાઓ તેમજ મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. અનેક નાના-મોટા પ્રશ્ર્નોના કારણે મનુષ્ય તણાવ અને માનસિક તકલીફોથી ત્રસ્ત છે ત્યારે તેવા સમયે ડો. સુરાણીએ ઉપસ્થિત શ્રોતાઓને જીવન જીવવાની કળા, ભય અને ડર મુક્ત જીવન, લક્ષ્ય પ્રાપ્ત કરવા મનની શક્તિનો ઉપયોગ, સુખ, સમૃદ્ધિ અને ભૌતિક સુખોની ઉપલબ્ધી માટેના સરળ ઉપાયો અંગે વિસ્ત્ાૃત માર્ગદર્શન આપીને શ્રોતાઓને પ્રબાવિત કરી દીધા હતા. ડો. સુસણીના જણાવ્યા મુજબ જાતની શક્તિ દ્વારા ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે.

આ કાર્યક્રમની સફળતા માટે પ્રાંતઅધિકારી એ.આર. ચૌધરી એસબીઆઈ મેનેજર સંતોષકુમાર, ધારાસભ્ય મહેન્દ્રિંસહ બારૈયા વગેરેએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય તેવી અપેક્ષા રાખી હતી.

વ્હોરવાડના અગ્રણીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *