પ્રદુષણ રોકવા લીધેલા પગલા અંગે રાજ્યોએ માહિતી આપવી પડશે પ્રદુષણના કારણે દિલ્હીમાં ઇમરજન્સી જેવી પરિસ્થિતિ

0dd

રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણના સ્તરને લઇને ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુપ્રીમ કોર્ટે આની ગંભીર નોંધ લીધી છે. સુપ્રીમનું કહેવું છે કે, દિલ્હીમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. કોર્ટે કેન્દ્ર સરકારની સાથે સાથે ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી અને હરિયાણા સરકારને નોટિસ જારી કરીને જવાબની માંગ કરી છે. એટલું જ નહીં કોર્ટે સરકારોને પ્રદૂષણને ગંભીર સમસ્યા ગણાવીને તેનો ઉકેલ લાવવા માટે કેટલાક સૂચન પણ કર્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, પ્રદૂષણના કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ છે અને આનો નિકાલ લાવવાની બાબત જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પાટનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખુબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. રાજ્ય  સરકારોને પ્રદૂષણને ઘટાડવા માટે કયા પગલા લેવાઈ રહૃાા છે તે અંગે માહિતી આપવી પડશે. કોર્ટે પ્રદૂષણને રોકવા માટે રાજ્ય સરકારોને હવાને શુદ્ધ કરવા માટે ઉપાયની સાથે સાથે ઇ-રિક્ષા જેવા ઉપાયને વધારવા માટેન પણ સલાહ આપી છે. દેશના પાટનગર દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણ પર અંકુશ મુકવા માટે તરત પગલા લેવાની માંગણી કરીને અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે જેના ઉપર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીમાં ઓડઇવન યોજનાને અસરકારકરીતે લાગૂ કરવાના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. વાયુ પ્રદૂષણથી બહાર નિકળવા માટે ઓડ ઇવનની સ્કીમ લાગૂ કરવાને લઇને સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલ ન પહોંચતા એનજીટીએ ફટકાર પણ લગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *