પ્રથમ વખત સરકાર દ્વારા વર્ષમાં બીજી વખત આર્થિક સર્વેક્ષણ રજૂ રિટેલ ફુગાવો માર્ચ સુધીમા ચાર ટકાથી નીચેની સપાટીએ પહોંચશે

Inflation-down

આર્થિક સર્વે ર૦૧૬-૧૭નો ભાગ-ર આજે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં મહત્વપૂર્ણ બાબતોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમા સાફ શબ્દૃોમાં જણાવવામાં આવ્યું છે કે, ૬.૭૫-૭.૫ ટકાના વિકાસદરને હાસલ કરવાની બાબત મુશ્કેલરુપ રહેશે. આના માટે જે કારણ આપવામાં આવ્યા છે તેમાં મુખ્ય કારણ એ છે કે, રૂપિયામાં ઉથલપાથલ જોવા મળી રહી છે. કૃષિ લોન માફીનો નિર્ણય કેટલાક રાજ્યો દ્વારા કરવામાં આવ્યો છે. જીએસટી વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદ કેટલાક પડકારો નવા સર્જાયા છે. આર્થિક સર્વેમાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. લોકસભામાં રજૂ કરવામાં આવેલા સર્વેમાં  કહેવામાં આવ્યું છે કે, ભારતીય અર્થતંત્રમાં માળખાકીય સુધારાઓના કારણે નવો આશાવાદ જાગ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને અમલી બનાવવામાં આવ્યા બાદ, નોટબંધીની સારી અસર, એર ઇન્ડિયાના ખાનગીકરણનો સૈદ્ધાંતિક નિર્ણય, એનર્જી સબસિડીને વધુ તર્કસંગત બનાવવાની બાબત તથા ટ્વીન બેલેન્શીટને લઇને રહેલી તકલીફોને દૂર કરવા લેવામાં આવેલા પગલાની સીધી અસર આશાસ્પદ સંજોગ તરીકે છે. પ્રથમ વખત સરકારે અર્ધવાર્ષિક આર્થિક સર્વે રજૂ કર્યો હતો. અથવા તો બીજુ આર્થિક સર્વે રજૂ કર્યું હતું જેમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યા બાદથી અર્થતંત્ર સામે રહેલા કેટલાક પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન ફુગાવો ચાર ટકાથી નીચે ચાલી રહૃાો છે. માર્ચ ર૦૧૮ સુધી ફુગાવો આરબીઆઈના મધ્યમ અવધિના ચાર ટકાના અંદાજથી નીચે રહી શકે છે. હાલમાં નોમિનલ એક્સચેંજ રેટની પણ અસર જોવા મળી રહી છે. મોનસુનની અસર પણ દેખાઈ છે. આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, જીડીપી, આઈઆઈપી, ક્રેડિટ ઇન્વેસ્ટમેન્ટ, કેપેસિટી યુટીલાઇઝેશન જેવા અન્ય પરિબળો પણ રહેલા છે જે ર૦૧૬-૧૭ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી સક્રિય રહેલા છે. ફેબ્રુઆરી મહિનામાં બજેટ વેળા આર્થિક સર્વેના પ્રથમ ભાગને રજૂ કરવામાં આળ્યો હતો જેમાં જીડીપી વિકાસદરની રેંજ ૬.૭૫ ટકાથી ૭.૫ ટકા જેટલી આંકવામાં આવી હતી. ત્યારબાદથી અનેક નવા પરિબળો નવા આવી ગયા છે જેમાં રિયલ એક્સચેંજ રેટ, કૃષિ લોન માફી, પાવર, ટેલિકોમ, એગ્રીકલ્ચરને લઇને તકલીફોનો સમાવેશ થાય છે.

સર્વેમાં સાફ શબ્દૃોમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ર૦૧૭-૧૮માં ફિસ્કલ ડેફિસિટનો આંકડો જીડીપીના ૩.ર ટકા સુધી રહેશે જે ર૦૧૬-૧૭માં ૩.૫ ટકા હતો જ્યારે રિટેલ ફુગાવો માર્ચ સુધી ચાર ટકાથી નીચે રહી શકે છે. આવી જ રીતે ર૦૧૭-૧૮ માટે ફિસ્કલ આઉટલુક અનિશ્ર્ચિત છે. મોનીટરી પોલિસીમાં હાલમાં જ રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આમા હજુ પણ ર૫થી ૭૫ બેઝિક પોઇન્ટના ઘટાડાની શક્યતા રહલી છે. જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ ટેક્સની જાળ વધુ વિસ્તૃત બનાવવાના સંકેત દેખાઈ રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *