પ્રતાપપુરા ગામે શોર્ટસર્કિટથી મકાનમાં આગ : ૪ લાખનું નુકસાન

ગત રોજ વહેલી સવારે સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે નિશાળ ફળીયામાં શોર્ટસર્કિટના કારણે એક મકાનમાં ભભૂકી ઉઠેલી આગમાં મકાન, ઘરવખરી, અનાજ-પાણી સંપ્ાૂર્ણ બળીને રાખ થઈ જતાં અંદાજે ચારેક લાખ રૂપિયાનું નુકશાન થયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામના નિશાળ ફળીયામાં રહેતા ઉદેસીંગભાઈ સોનાભાઈ બારીયા તથા તેમના પરિવારજનો ગત વહેલી પરોઢે પોતાના ઘરમાં મીઠી નીંદર માણી રહૃાાં હતા તે દરમ્યાન વહેલી પરોઢના પોણા છ વાગ્યાના સુમારે અકસ્માતે  થયેલ શોર્ટસર્કિટના કારણે ઉદેસીંગભાઈ બારીયાના ઘરમાં આગ ભભૂકી ઉઠતાં ઘરના તમામ સભ્યો ઘરની બહાર દોડી આવતાં જાનહાની ટળી હતી. આગે રૌદ્રસ્વરૂપ ધારણ કરતાં ઝાલોદ ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરતાં ફાયરફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ તાબડતોબ બચાવ કામગીરી હાથ ધરી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અને વધુ નુકશાન થથું અટકાવ્યું હતું. તેમ છતાં આગમાં ઘરવખરી, નાજપાણી, કપડાંલત્તા વગેરે સહિત  આખું ઘર સંપ્ાૂર્ણ બળીને રાખ થઈ જતાં અંદાજે રૂપિયા ચારેક લાખનું નુકશાન થવા પામ્યું હતું.

આ સંબંધે પ્રતાપપુરા ગામના નિશાળ ફળીયામાં રહેતા ૪૯ વર્ષીય ઉદેસીંગભાઈ સોનાભાઈ બારીયાએ સંજેલી પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે આ સંદર્ભે આગ-અકસ્માત અંગેની જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *