પ્રજ્ઞાચક્ષુઓ માટે તા.૧૫ ઓગષ્ટના રોજ ‘દંગલ’ ઓડિયો સંવાદ સાથે રજુ થશે

kalgi

ભારતના ટીવી જગતમાં પ્રથમવાર ‘ઝી’ તરફથી ટેકનોલોજીની મદદથી અંધ-બહેરા લોકો માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ‘ઝી ફોર એાલ’ નામના આ અભિયાનના માધ્યમથી ‘ઝી’એ લોકો સુધી પોતાની પહોંચ બતાવવા ઈચ્છે છે જેઓ નિહાળી શકતા નથી અને સાંભળી શકતા નથી.
આગામી તા.૧૫ ઓગષ્ટના રોજ બપોરે ‘ઝી’ પોતાની બ્રાન્ડ વિચારધારાને એક કદમ આગળ લઈ જાય છે. ઝી ફોર એાલ નામના આ અભિયાન સંદર્ભે પ્રથમ હિન્દી મૂવી ચેનલ ‘ઝી સિનેમા’ દેશમાં એવી પ્રથમ મૂવી ચેનલ હશે જે દેશની સૌથી મોટી બ્લોક બસ્ટર ફિલ્મ આમિરખાનની ‘દંગલ’ને પ્રજ્ઞાચક્ષુ દર્શકો માટે ઓડિયો સંવાદો સાથે પ્રસ્તુત કરશે.
અનોખા પ્રકારના એક અનુભવમાં તમામને સામેલ કરવા ચેનલ તરફથી આજે શહેરના બ્લાઈન્ડ પીપલ્સ એસો.માં વિઝન ઈન ધ ડાર્ક ટૂર આયોજીત કરવામાં આવી હતી.
દર સપ્તાહે ૧૦.૯૦ કરોડ દર્શકો સુધી પોતાની પહોંચ બતાવનાર ઝી સિનેમા ઓડિયો ડિસ્ક્રિપ્શન અને સબટાઈટલની સાથે ‘દંગલ’ના પ્રિમીયર દ્વારા દેશમાં દર્શકો સુધી પહોંચવાનો માપદંડ વધુ વિસ્તૃત કરશે.
ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ લી.ના ડોમેસ્ટીક બ્રોડકાસ્ટ બીઝનેસના સીઈઓ પુનિત મિશ્રાએ કહ્યું હતું કે અમને આશા છે કે, ‘દંગલ’ના આ પ્રિમીયર દ્વારા અમે ભારતના વધુને વધુ અંધજન અને બધિર દર્શકો સુધી પોતાની પહોંચ વધારીશું બિઝનેસ હેડ રૂચી તિવારીએ કહ્યું હતું કે, ઝી ફોર ઓલ આ ચેનલના શાનદાર ૨૫ વર્ષોની સફરનો સૌથી ખાસ પડાવ છે.
આમિરખાને કહ્યું હતું કે, મને આ ટીવી પ્રીમીયરનો ઈન્તજાર છે. મારા તરફથી પુનિત ગોયન્કા અને ઝી ટીવીની સમસ્ત ટીવીને અભિનંદન કે તેઓ દેશના પ્રથમ બ્ર્રોડકાસ્ટર બન્યા જે કોઈ ફિલ્મને ઓડિયો સંવાદ દ્વારા પ્રસારિત કરી રહ્યા છે.
સેટટોપ બોકસના રિમોટ દ્વારા ‘લેંગ્વેજ ઓપ્શન’ની પસંદગી કર્યા બાદ અંધજનોને ફિલ્મના દરેક સીનનો આનંદ લેવા માટે એક ઓડિયો કોમેન્ટ્રી પણ સાંભળવા મળશે.
આજે યોજાયેલી આ ટૂરમાં પ્રજ્ઞાચક્ષુ કિશોરી કલગી રાવલે પણ ભાગ લીધો હતો અને તેણે આ અદ્ભુત અને ફાયદાકારક વસ્તુ છે તેમ કહીને ઉમેર્યું હતું કે, અલગ જ પ્રકારની વસ્તુ જાણવા મળી હતી. ટીવીના શોમાં ઓડિયો કોમેન્ટ્રીથી દૃશ્યો વિષે ઘણું બધુ જાણવા મળે છે. ગીતો અને દૃશ્યોની પણ સમજ પડે છે. આ પ્રકારની પધ્ધતિ ટીવી શોમાં આવતી રહે તેવી આશા રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *