પ્રકાશસિંઘ બાદલ પર બૂટ ફેંકાયું

pd

અમૃતસર: પંજાબમાં યોજાઈ રહેલી ધારાસભા ચૂંટણીમાં અકાલીદળનાં વડા તથા રાજયના મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંઘ બાદલ પર બુટ ફેંકાયું હતું. આ બુટનાં કારણે બાદલનાં ચશ્મા તૂટી ગયા હતા. પણ તેઓને કોઈ ઈજા થઈ ન હતી. બાદલ અહી પ્રચારનાં પ્રથમ દિવસે પોતાનાં જ મતક્ષેત્ર લીમ્બીમાં પ્રચાર સભા માટે આવ્યા હતા આ સમયે એક સ્થાનિક ગરીબો તેને હજુ ટોઈલેટની ગ્રાંટ મળી નથી તેવી રાડો પાડવાની સાથે બાદલ પર પોતાનું બુટ ફેંકયુ હતું અને તે બરાબર મુખ્યમંત્રીની આંખ નીચે જ લાગ્યુ હતું. જેના કારણે ચશ્મા તુટી ગયા હતા. પોલીસે જુતા ફેંકનારને તુર્તજ ઝડપી લીધો અને બાદલને સલામત રીતે લઈ જવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *