પોલીસની કારને ટેક્સી સમજી બેસી ગયો ડ્રગ ડિલર

policeb

કહેવામાં આવે છે કે, સ્મગલર લોકો ખૂબ જ ચાલાક હોય છે અને તેઓ પોલીસના નાક નીચેથી છટકવાની બધી તરકીબો જાણતા હોય છે પણ એક ડ્રગ ડિલરે કાલિદાસ જેવી મૂર્ખતા કરી દીધી. અસલમાં થયું એવું કે, ડેનમાર્કના ક્રિસ્ટિયાના શહેરમાં એક ડ્રગ ડિલર રાત્રે પોતાની સાથે ગાંજાનો મોટો જથ્થો લઈ ટેક્સીની રાહ જોઈ રહ્યો હતો. આવામાં તેને એક ટેક્સી દેખાઈ અને તે તેમાં બેસી ગયો. અંદર બેઠાં બાદ તેને અહેસાસ થયો કે, તે પોલીસની ગાડીમાં બેસી ગયો છે.!!
ઉલ્લેખનીય ડેનમાર્કમાં આવેલું ક્રિસ્ટિયાના શહેર ૧૯૭૦માં સ્થાપવામાં આવ્યું હતું અને અહીં મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરફેર થાય છે. અસલમાં આ શહેર ડ્રગ્સની તસ્કરી માટે જ દુનિયાભરમાં કુખ્યાત છે.
કોપનહેગન પોલીસ અનુસાર, ડ્રગ માફિયા પાસે ગાંજાના આશરે ૫ હજાર જોઈન્ટ્સ હતા. તેને અત્યારે પકડી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જેલમાં રાખવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *