પોર ગામે વિજિલન્સ સ્કવોર્ડનો સપાટો : ૧૮ જુગારી ઝડપાયા

સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડ વડોદરા નજીક પોર ગામે બસ સ્ટેન્ડની પાછળ ધમધોકાર ચાલતો આંકડાના જુગારધામ પર રેઈડ કરીને ૧૮ શખ્સોને ઝડપી પાડ્યા હતા. રેઈડમાં જુગારમાં રૂપિયા ૪૬,૫૦૦ અને ર૭ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૬ર,૬૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. વડોદરા એલસીબીને એસોજી ઉંઘતા ઝડપાયા હતા.

પોર બસ સ્ટેન્ડ પાછળ પોરનો નિલેશ ધીરજલાલ શાહ વર્ષોથી જુગાર રમાડતો આવ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર આંખ આડા કાન કરતું હતું. સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી તે બાતમીના આધારે જુગારધામને ચારેબાજુથી ઘેરી લઈને રેઈડ કરી હતી અને રેઈડમાં ૧૮ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમ છતાં કેટલાંક શખ્સો ભાગી છૂટવામાં કામયાબ રહૃાાં હતા.

જુગારધામનાં મુખ્ય સૂત્રધાર પોરનો નિલેશ શાહની પાસેથી ૧૦ જેટલાં મોબાઈલો મળી આવ્યાં હતા. વિજિલન્સે નિલેશની પૂછપરછ કરતાં તે આંકડાનો જુગાર પાલનપુરના પ્રહલાદ નામના શખ્સ પાસે આંકડો કઢાવતો હોવાનું બહાર આવ્યું છે. જેથી સ્ટેટ વિજિલન્સે પ્રહલાદનો મોબાઈલ નંબર મેળવી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે. આમ સફળ રેઈડમાં રૂા. ૬ર,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *