પેટ્રોલ પર ટેક્સ ઘટાડવા પ્રશ્ર્ને ઘણા પાસા વિચારવા જરૂરી છે:નાણામંત્રી

arunjaitlyy-k60B--621x414@LiveMint

કેન્દ્રીય કેબિનેટની આજે અતિમહત્વની બેઠક યોજાઈ હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા જેના ભાગરુપે નોનગેજેટેડ રેલ કર્મચારીઓ માટે ૭૮ દિવસના પ્રોડક્ટીવીટી િંલક્ડ બોનસને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ માટે ૯૯૦૦ કરોડ રૂપિયાની વધારાની ફાળવણીને પણ મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત દેશમાં આરોગ્ય અને પોષણ માટે ૧ર૦૦૦ કરોડ વધારાની રકમ મંજુર કરવામાં આવી હતી. આનાથી ૧૧ કરોડ લોકોને સીધી રીતે ફાયદો થશે. કેબિનેટે અન્ય કેટલાક મહત્વપૂર્ણ  નિર્ણયો પણ કર્યા હતા. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કેબિનેટ દ્વારા લેવામાં આવેલા પગલા અંગે માહિતી આપવામાં આવી હતી. જેટલીએ કહ્યું હતું કે, મોંઘવારીને લઇને હોબાળો મચાવનાર કોંગ્રેસ અને ડાબેરીની સરકારો પેટ્રોલ ઉપર ટેક્સથી જંગી કમાણી કરી રહી છે. જેટલીએ પ્રશ્ર્ન કર્યો હતો કે, આ રાજ્ય સરકારો પેટ્રોલ ઉપર કેન્દ્રીય ટેક્સમાંથી પોતાનો હિસ્સો લેશે નહીં. પેટ્રોલની મોંઘવારી સાથે જોડાયેલા પ્રશ્ર્નના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, પેટ્રોલનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહૃાો છે જ્યાં વિપક્ષી દળોની રાજ્યોમાં સરકાર છે તેઓ કેટલો ટેક્સ લઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, બે વર્ષ પહેલા જ્યારે તેલ કંપનીઓ દરેક ૧૫ દિવસ પર કિંમતોની સમીક્ષા કરતી હતી ત્યારે ઘણી વખત કિંમતો ઘટાડવામાં આવતી હતી પરંતુ જેટલું અમે કામ કરતા હતા તે જ દિવસે દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલમાં એટલો વેટ વધારી દેવામાં આવતો હતો જે કેન્દ્રને પણ ટેક્સ આવે છે. પેટ્રોલથી તેનો ૪ર ટકા હિસ્સો રાજ્યોને જાય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને સીપીએમની સરકારો જવાબ આપે કે તેમને કેન્દ્ર પાસેથી ટેક્સ જોઇએ છે કે કેમ. પેટ્રોલ ઉપર ટેક્સ ઘટાડવાની શક્યતાને લઇને પુછવામાં આવેલાપ્રશ્ર્નના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, આને લઇને ઘણા પરિબળોને ધ્યાનમાં લેવા પડશે. હાલમાં અમેરિકામાં જે વાવાઝોડુ આવ્યું છે. આના કારણે વિશ્વની રિફાઈિંનગ ક્ષમતા ઘટી ગઈ છે. આના કારણે ડિમાન્ડ ઓફ સપ્લાય ચેઇન અસ્તવ્યસ્ત થઇ ગઇ છે. જેટલીએ કહ્યું હતું કે, કોઇપણ દેશને ચલાવવા માટે મહેસુલી આવક ખુબ મહત્વપૂર્ણ છે. મોટા રસ્તાઓ કઈ રીતે બની શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર રોકાણ વધારવામાં આવ્યું છે. સોશિયલ વેલ્ફેર સ્કીમ માટે ફંડમાં વધારો કરવામાં આવી રહૃાો છે. આવી સ્થિતિમાં રોકાણમાં ઘટાડો કરવાની બાબત યોગ્ય રહેશે નહીં. મોંઘવારીને લઇને હોબાળો મચાવી રહેલા વિરોધ પક્ષોની ઝાટકણી કાઢતા જેટલીએ કહ્યું હતું કે, આજે જે લોકો હોબાળો મચાવી રહૃાા છે તે લોકો જ્યારે સત્તામાં હતા ત્યારે મોંઘવારી આસમાને હતી. તેઓ સૌથી પહેલા સ્પષ્ટ કરી દેવા માંગે છે કે, જે લોકો હોબાળો મચાવી રહૃાા છે તે લોકો સરકારમાં હતા ત્યારે ૧૦થી ૧૧ ટકા સુધી ફુગાવાનો દર પહોંચી ગયો હતો. આજે ૩.ર ટકાનો ફુગાવાનો દર થઇ ગયો છે. રોહિગ્યા પ્રશ્ર્ન ઉપર જેટલીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનું વલણ એજ  છે જે અમે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી ચુક્યા છે. કોઇને આ વાત ભુલવી જોઇએ નહીં કે, માનવતાના આધાર પર અમે તમામ મદદ કરી રહૃાા છે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આઈટીડીસીની કેટલીક હોટેલોનો રાજ્ય સરકારોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આઈટીડીસીના હોટલ લેકવ્યુ અશોક (જયપુર), લલિતા મહેલ પેલેસ (મૈસુર), ઇટાનગરની હોટલોને રાજ્ય સરકારોને સોંપવામાં આવી ચુકી છે. તેમણે એમ પણ કહૃાં હતું કે, પહેલા પણ ભોપાલ, ગુવાહાટી, ભરતપુરની હોટલો રાજ્ય સરકારને આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ૧૭ સરકારી પ્રિર્િંન્ટગ પ્રેસને મર્જ કરીને પાંચ મોટી પ્રેસ બનાવવાનો નિર્ણય કરાયો છે. જેટલીએ કહ્યું હતું કે, આનાથી પ્રિર્િંન્ટગ પ્રેસની સંખ્યામાં વધારો થશે. આ નિર્ણયથી કોઇ કર્મચારીની નોકરી પણ જશે નહીં. મોદી સરકારે અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ કર્યા છે. મલ્ટીકલર પ્રિર્િંન્ટગ કામગીરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. કેબિનેટે આજની બેઠકમાં ડેન્ટીસ્ટ સુધારા બિલ ર૦૧૭ની રજૂઆતને પણ મંજુરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *