પૂર્વ એશિયાના દેશો સાથે કાર્ય કરવા ભારત પ્રતિબધ્ધ

dd

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ એશિયાના દેશોના વગદાર જૂથ, ‘આસિયાન’ સાથે કાર્ય કરવાની ભારતની પ્રતિબધ્ધતાને, આજે નહીં પૂર્વ એશિયા શિખર પરિષદ પ્રસંગે, વ્યકત કરી હતી. આ દ્વારા આ પ્રવેશના રાજકીય, સુરક્ષા, અને વ્યાપાર સંબંધી પ્રશ્ર્નોના નિરાકરણ માટે પ્રયાસો થશે.

આ જૂથના નેતાઓના વાર્ષિક સંમેલનને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ પ્રવેશમાં પૂર્વ એશિયા શિખર પરિષદ વધુ મોટી ભૂમિકા ભજવશે તે વિષે ભારત આશાવાદી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘પૂર્વ એશિયા શિખર સંમેલન આગામી વર્ષોમાં વધુ કાર્ય કરે તે વિષે અમે આશાવાદી છીએ. પ્રદેશના રાજકીય, તમારી સાથે કામ કરવાનો હું પુનરોચ્ચાર કરૂં છું.’

એશિયા-પ્રશાંત પ્રદેશમાં પૂર્વ એશિયા શિખર સંમેલન મુખ્ય ફોરમ છે. ર૦૦૫માં તેની રચના થઈ ત્યારે તેણે પૂર્વ એશિયાની વ્યૂહાત્મક, ભૂ-ભૌગોલિક અને આર્થિક ઉત્ક્રાંતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. આ સંગઠનમાં ૧૦ ‘એસીઅન’ સભ્ય દેશો ઉપરાંત તેમાં ભારત, ચીન, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા રશિયાનો આ શિખર સંમેલનમાં સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘આસીયન’નો આરંભ, વિશ્વના મોટાં વિભાજન સમયે શરૂ થયો હતો. પરંતુ અત્યારે તે આશાના પ્રતીક તરીકે ચળકે છે, આ સંગઠન શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *