પૂણેમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ૧૧ રનમાં સાત વિકેટ ગુમાવી ભારતનો સૌથી કંગાળ દેખાવ

cricket-india-v-australia-1st-test-d2_cf35955c-fa80-11e6-aa44-d0b605bc50f5

પૂણેના મેદાન પર ભારતે આજે ૧૧ રનનાં ગાળામાં સાત વિકેટ ગુમાવી દીધી હતી જે તેનો સૌથી કંગાળ સાત વિકેટ પતનનો રેકોર્ડ છે. ૯૪ રનમાં ત્રણ વિકેટ રહૃાા બાદ ભારતીય ટીમ ૪૮ બોલના ગાળામાં ૧૦૫ રનમાં ઓલઆઉટ થઈ હતી. અગાઉ આ પ્રકારનો સૌથી કંગાળ પતનનો રેકોર્ડ ૧૯૮૯-૯૦માં ક્રાઈસ્ટચર્ચમાં રહૃાો હતો. તે વખતે ભારતે ૧૮ રનમાં સાત વિકેટ ગુમાવી હતી. ૧૯ બોલના ગાળામાં સ્ટીવ ઓકીફે પાંચ વિકેટ ઝડપી હતી. ભારત સામે સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ લેવાનો પણ આ બીજો રેકોર્ડ છે. અગાઉ ર૦૧૧માં ટ્રેન્ટબ્રીજ ખાતે સ્ટુઅર્ટ બ્રોડે ૧૬ બોલમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ૧૯૪૭-૪૮માં તોસાકે પણ આવી જ સફળતા મેળવી હતી. ૧૯૮ર-૮૩માં ઈમરાન ખાને આવી સિદ્ધિ મેળવી હતી. આ બંનેએ ૧૯ બોલના ગાળામાં પાંચ વિકેટ ઝડપી હતી. ભારત અગાઉ અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે ૭૬ રનમાં ઓલઆઉટ થયું હતું.  ભારત છેલ્લે ૧૦૫ રનમાં સૌથી નજીવા જુમલે આઉટ થયું હતું. ર૦૦૮માં છેલ્લે ભારતીય ટીમ અમદાવાદમાં આફ્રિકા સામે સસ્તામાં આઉટ થયા બાદ ટીમનો દેખાવ સતત સારો રહૃાો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *