પુરના લીધે ર૦ લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત આસામમાં પુરની સ્થિતિ વધુ ગંભીર:મૃત્યુઆંક ૫૪થી ઉપર

A sambar deer taking shelter on the top of a submerged hut for escaping him floodwaters at Kaziranga National Park on 28-06-12.Pix by UBPHOTOS

આસામમાં પુરની સ્થિતી હજુ પણ યથાવત ગંભીર બનેલી છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે  વધુ ચાર લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૫૪થી ઉપર પહોંચી ગયો હતો. જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગેન્ડા માટે વિશ્વભરમાં લોકપ્રિયનેશનલ પાર્કમાં અસામાન્ય એક સિંગડાના ત્રણ ગેન્ડાના મોત થતા સરકારની ચિંતા વધી ગઇ છે. અન્ય તમામ પ્રાણીઓને બચાવી લેવાના પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. ભારે વરસાદના કારણે બ્રહૃાપુત્ર નદીમાં પાણીના પ્રવાહના કારણે કાજીરંગા વાઇલ્ડલાઇફ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે. નેશનલ પાર્કમા પાણી  ભરાઇ જતા સૌથી વધારે ચિંતા જોવા મળી રહી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવનાર કાજીરંગા નેશનલ પાર્કમાં ર૫૦૦ ગેન્ડા રહે છે. વિશ્વમાં કુલ ગેન્ડાની સંખ્યા ૩૦૦ છે જે પૈકી ર૫૦૦ ગેન્ડા આ સ્થળ પર છે. પુરના કારણે હરણ સહિત કુલ ૬૦ પ્રાણીઓના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમંન્ટ ઓથોરિટીના કહેવા મુજબ છેલ્લા ૧ર કલાકમાં ર૫૦૦૦ લોકોને અસર થઇ છે. બીજી બાજુ તમામ પ્રકારની મદદ કરવા ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ગુવાહાટીથી પ્રાપ્ત હેવાલ મુજબ રાજ્યમાં પુરની સ્થિતી ગંભીર બનેલી છે. કુલ ર૪ જિલ્લા પુરના સકંજામાં આવી ગયા છે.મોતનો આંકડો વધીને ૫૪ ઉપર પહોંચી ગયો છે.એકલા લખીમપુર જિલ્લામાં ત્રણ લાખથી વધારે લોકો પુરના સકંજામાં આવી ગયા છે. તમામ મોટી નદીઓ અને તેમની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે.ગેન્ડા માટે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ડુબી જતા ગેન્ડા જાહેર રસ્તામાં આવી ગયા છે. કાજીરંગા નેશનલ પાર્કના ૭૫ ટકા વિસ્તારમાં પુરના પાણી ફરી વળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *