પાલનપુરમાં હસ્તકલા શિબિર કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલય તેમજ ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ‘હસ્ત કલા સહયોગ શિબિર વિશેષ જનસંપર્ક કાર્યક્રમ ડો. બાબા સાહેબ આંબેડકર હોલ, પાલનપુર ખાતે યોજાઈ ગયો. જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરાએ સવારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, વિકાસ આયુક્ત (ટેક્સટાઈલ મંત્રાલય તથા ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય, પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય હાથકાર વિકાસ નિગમ લિમિટેડ, વણકર સેવા કેન્દ્ર, અમદાવાદ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાલનપુર, ઈગ્નુ, લીડ બેન્ક મેનેજર દેના, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, કોમન સર્વિસ સેન્ટરના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહૃાાં હતા. વિશેષ કરીને વણકર ભાઈઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા અપાતી સેવાઓની જાણકારી સાથે સ્થળ પર લાભો આપવામાં આવ્યા હતા. જેમાં વણકર ભાઈઓ માટે પોતાના સ્વરોજગાર માટે સરકાર દ્વારા વ્યાજબી ભાવે સુતર ખરીદવાની પાસબુક, સબસિડી સાથે મુદ્રા લોનનું રજીસ્ટ્રેશન, રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાનનું રજીસ્ટ્રેશન, ઈગ્નુ યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રેશન, ઈ-ધાગા એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન તેમજ અન્ય સેવાઓ માટે સ્થળ પર આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ કાર્યક્રમની વધારે જાણકારી વણકર ભાઈઓ સુધી પહોંચાડી શકાય એ માટે ક્ષેત્રીય પ્રચાર કાર્યાલય, પાલનપુર દ્વારા તેમના વિસ્તારોમાં સામાજિક આગેવાનો સાથે ચર્ચા સાથે પ્રશ્ર્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને કાર્યક્રમ સ્થળ પર પુરસ્કૃત કરવામાં આવ્યાં. તદ્ઉપરાંત ભરાત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં વણકર સેવાકેન્દ્રના સંયુક્ત નિયામક એચ. કે. ગુપ્તા, એનએચડીસીમાંથી પ્રબંધક એસ. કે. વર્મા, વિપીન સીંગ આસી. મેનેજર તેમજ અન્ય અધિકારો દ્વારા વણકર ભાઈઓ માટે ચાલતી વિવિધ યોજનાઓની વિસ્ત્ાૃત માહિતી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્ષેત્રીય પ્રચાર અધિકારી જે. ડી. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *