પાર્ટી પ્રમુખની ચૂંટણી માટે કાર્યક્રમને લીલીઝંડી આપવા તૈયારી રાહુલની તાજપોશીનો તખ્તો તૈયાર થયો : આજે કારોબારીની મિટિંગ

congress690_110617121345

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ બનાવી દેવાની તૈયારી કરી લેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળનાર છે જેમાં પાર્ટી પ્રમુખની ચૂંટણી માટે કાર્યક્રમને લીલીઝંડી આપવામાં આવી શકે છે. કોંગ્રેસ પાર્ટીના આગામી પ્રમુખ બનવા રાહુલ ગાંધી આડેની તમામ અડચણો દૂર થઇ ચુકી છે. આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળનાર છે. પાર્ટીના સુત્રોનું કહેવું છે કે, સીડબલ્યુસીની આ બેઠક આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના ૧૦ જનપથ નિવાસસ્થાને મળશે જેમાં કોંગ્રેસ પ્રમુખની ચુંટણી માટે  કાર્યક્રમને આખરીઓપ આપી દેવામાં આવશે. ચૂંટણી મેદાનમાં રાહુલ ગાંધી એકમાત્ર ઉમેદવાર રહેશે. એક વખતે કોંગ્રેસ કારોબારી દ્વારા ચૂંટણી માટે કાર્યક્રમને મંજુર કર્યા બાદ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સત્તા દ્વારા આના માટે નિવેદન જારી કરાશે. ચૂંટણી પ્રક્રિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરી લેવામાં આવે તેવી શક્યતા છે. ૯મી ડિસેમ્બરના દિવસે ગુજરાતમાંમ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. પાર્ટીના સુત્રોનું કહેવું છે કે, પ્રમુખની ચૂંટણીના કાર્યક્રમને મંજુરી આપવા માટે સીડબલ્યુસીની બેઠક બોલાવવાની બાબત જરૂરી નથી પરંતુ સોનિયા ગાંધીએ પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેેતી કમિટિની મંજુરી લેવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીની સંસ્થાકીય ચૂંટણી ૩૧મી ડિસેમ્બર પહેલા પરિપૂર્ણ કરવાની છે.

ચૂંટણી પંચે આ વર્ષના અંત સુધી આંતરિક ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવા અંતિમ મહેતલ તરીકે પાર્ટીને ૩૧મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક મળનાર છે. પહેલા શનિવારના દિવસે મિટિંગ યોજાવવાની હતી પરંતુ હવે આનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. પાર્ટીના બંધારણ મુજબ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી માટે કાર્યક્રમને મંજુરી જરૂરી છે. ગુજરાત ચૂંટણી નજીક છે ત્યારે રાહુલ ગાંધીના પ્રમુખ તરીકેની વરણીની જાહેરાત કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધીએ જવાબદારી સંભાળી લીધા બાદ તેમની માતા સોનિયા ગાંધીની જવાબદારી ઓછી થશે. સોનિયા ગાંધી છેલ્લા ૧૯ વર્ષથી પાર્ટીના પ્રમુખ તરીકે છે. રાહુલ ગાંધીને ર૦૧૩માં પાર્ટીના નાયબ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ડિસેમ્બરની શરૂઆતમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો મતલબ એ છે કે, ગુજરાત ચૂંટણીના અંતિમ તબક્કામાં જાહેરાત કરશે. ગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ખુબ જ સક્રિયરીતે ભાગ લીધો છે. કોંગ્રેસ આરણનીતિ હેઠળ ર૦૧૯ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *