પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો પાલનપુર શહેરના ઘણા માર્ગો આર.એન્ડ. બી. વિભાગ અને જિલ્લા પંચાયતમાં આવે છે

પાલનપુર નગરના માર્ગો ભારે વરસાદના કારણે તુટીને ખખડધજ બનવા પામ્યા છે. રાહદારીઓ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહૃાા છે. લોકોને હાડકાના દર્દૃ અને વાહનોને માર્ગો પર પડેલા ખાડાઓના કારણે નુકશાન થઈ રહ્યું છે. પાલનપુર પાલિકામાં અવાર નવાર માર્ગો બાબતે રજુઆતો કરાવાઈ છે. અને આક્ષેપો પણ કરાયા છે. જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખ જણાવ્યુ હતુ કે શહેરમા ંપ્રવેશવાના માર્ગો જેવા કે એરોમા સર્કલથી ગુરૂનાનક ચોક જગાણાથી કર્ણાવત હાઈસ્કુલ ડેરીથી આઈટીઆઈ તેમજ ધનીયાણા ચોકડીથી માલણ ત્રણ દરવાજા જુના આરટીઓ સર્કલથી લક્ષ્મણટેકરી વાળા માર્ગો જે બ.કાં. જિલ્લા પંચાયત અને આર એન્ડ બી.સ્ટેટમાં આવે છે. જેથી આ તુટેલા ખખડધજ બનેલા માર્ગોનું સમારકામ પાલીકા દ્વારા કરવામાં આવતુ નથી અને આ માર્ગોની પણ રીપેરીંગ કરવાની બાબતે લોકો દ્વારા રજુઆતો પણ કરાય છે. અને આક્ષેપો પણ કરાવાય છે જ્યારે શહેર અંદરના માર્ગો જે પાલીકા વિસ્તારમાં આવે છે. તેમનું સમારકામ હાથ ધરાશે ઘણા માર્ગોનું કામ હાથ ધરાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *